Google લાવશે લેઝર ઇન્ટરનેટ ટેક્નોલોજી, જાણો કયા પ્રકારે છે ખાસ, Elon Musk ની સ્ટારલિંક સેવાને આપશે ટક્કર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2023

Google ની પેરેન્ટ કંપની Alphabet અને Airtel સાથે મળીને Laser આધારિત ઈન્ટરનેટ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેનાથી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ચલાવવાનું વધુ સરળ બનશે. આ ઈન્ટરનેટ સેવા એલોન મસ્ક (Elon Musk) ની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકને જોરદાર પડકાર આપશે. આ સેવામાં કોઈપણ કેબલ કનેક્શન અને ટાવર કનેક્ટિવિટી વિના ઈન્ટરનેટ ચલાવવું શક્ય બનશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ તેને ભારતીય એરટેલ સાથે મળીને વિકસાવી રહી છે, તેથી તે ટૂંક સમયમાં ભારતીયો માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ સેવામાં ઉપલબ્ધ ઈન્ટરનેટ સ્પીડ ઘણી વધારે હશે.

આ દેશોમાં પહેલાં જ ઉપયોગ થઇ રહી છે લેઝર ઇન્ટરનેટ ટેક્નોલોજી

એક રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ફિજી સહિત 13 દેશોમાં લેસર ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે ભારત પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતું જોવા મળે છે. જેના કારણે શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રને મોટો ફાયદો મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લેસર ટેક્નોલોજી શરૂ કરવા માટે ટ્રાફિક લાઇટ આકારના ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે જે ડેટાને વહન કરે છે.

રિપોર્ટ અનુસાર, આ ટેક્નોલોજીનો ઉપયોગ પહેલીવાર દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ લાવવા માટે કરવામાં આવશે. તે શહેરી વિસ્તારોમાં ફાયબરોપ્ટિક કેબલ ખોદયા અને પુર્યા વિના ઝડપી ઇન્ટરનેટ પહોંચાડવામાં પણ મદદ કરે છે.

મળતી માહિતી મુજબ, એલોન મસ્કની સ્ટારલિંક સર્વિસ આનાથી તદ્દન અલગ છે, જે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે, જેમાં સેટેલાઇટનો ઉપયોગ કરીને સીધી ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. જ્યારે લેસર ઈન્ટરનેટ સેવામાં બીમ લાઈટનો ઉપયોગ થાય છે. આ પ્રોજેક્ટને તારા નામ આપવામાં આવ્યું છે. તે આલ્ફાબેટની ઇનોવેશન લેબ “X” નો એક ભાગ છે, જેનું ઉપનામ મૂનશૂટ ફેક્ટરી છે. આ સર્વિસ ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેમાં ઈન્ટરનેટની સ્પીડ ઘણી વધારે છે.