મોરબીમાં ઉદ્યોગપતિનું અપહરણ કરી ખંડણી માગનાર ત્રિપુટી એમ.પી.થી ઝડપાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2023

મોરબી તાલુકા વિસ્તારમાંથી ઉદ્યોગપતિનું અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી અપહરણ કરનાર ટોળકી મધ્યપ્રદેશ નાસી ગઈ હોય ત્યારે મોરબી તાલુકા પોલીસ ટીમે મધ્યપ્રદેશથી ત્રણ ઇસમોને ઝડપી લઈને ખંડણી પેટે મેળવેલ રૂ.2.16 લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર સહીત કુલ રૂ.4.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

મોરબીના ઘૂટું ગામથી તલાવીયા શનાળા તરફ જતા રોડ પરથી કારખાનેદરનું અપહરણ કરી છોડાવવાના બદલામાં રૂૂ 5 લાખની ખંડણી વસુલી જીજ્ઞેશ મહાદેવભાઈ ભટ્ટાસણાને અમદાવાદ નજીક ઉતારી એમપી તરફ નાસી ગયા હતા જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ્તીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસથી આરોપીઓનો રૂૂટ તપાસતા ઇકો કાર લઈને મધ્યપ્રદેશ તરફ ગયા હોવાની બાતમી મળી હતી

જેથી ટીમ મધ્યપ્રદેશ એક ટીમ તપાસમાં રવાના કરી હતી અને મધ્યપ્રદેશના ધાર જીલ્લાના મનાવર તાલુકાના સરસગાવ ગામેથી આરોપી રોહિત ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઈ (ઉ.વ.23) રહે મધ્યપ્રદેશ, જયંતકુમાર હરિહર બહેરા (ઉ.વ.30) અને તપનકુમાર ઉર્ફે મનોજ હરિહર બહેરા (ઉ.વ.27) રહે બંને ઓરિસ્સા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ખંડણી પેટે મેળવેલ રૂ.2.16 લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર એમપી 09 ઝેડસી 2778 કીમત રૂ.2 લાખ મળીને કુલ રૂ.4.16 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી પવન ખુમસિંગ નરગેસ અને રાજેશ ગજાનંદ નરગાંવે રહે બંને એમપી વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.