મોરબીમાં કેનાલમાં સ્ટંટ કરતાં યુવાનનું ડૂબી જતાં મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-08-2022

મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કેનાલમાં પડી જતા તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી હતી જે યુવાનનો મૃતદેહ 24 કલાકથી વધુ સમય બાદ રેસ્ક્યુ ટીમને હાથ લાગ્યો હતો જે યુવાન સ્ટંટ કરતો હોય અને બે વખત જંપ લગાવી પરત આવ્યા બાદ ત્રીજી જંપ આત્મઘાતી સાબિત થઇ હોવાનું ખુલ્યું છે.

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં એક 25 વર્ષનો શ્રમિક યુવાન રાજુ નાયક શુક્રવારે બપોરે પડી ગયો હતો જે બનાવની જાણ થતા ફાયર ટીમ દેવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે શોધખોળ ચલાવી હતી જોકે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તરવૈયાઓની ટીમને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જે અંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાને જાણ થતા મંત્રીએ અધિક કલેકટર મુછારનો સંપર્ક કરારી કેનાલનો ગેટ બંધ કરાવવા સુચના આપી હતી જોકે શુક્રવારે સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવવા છતાં શ્રમિકનો પત્તો લાગ્યો ના હતો

તો શનિવારે ફાયરના તરવૈયાઓની ટીમને શોધખોળ દરમિયાન યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે. જે બનાવ મામલે તપાસ ચલાવતા જે પી કણસાગરાએ જણાવ્યું હતું કે કેનાલમાં ડૂબેલો યુવાન સ્ટંટ કરી રહ્યો હોવાનું ખુલ્યું છે.

જે યુવાન બે વખત જંપ લગાવી કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો તો ત્રીજી છલાંગ લગાવ્યા બાદ તે બહાર નીકળી શક્યો ના હતો અને પાણીમાં તણાઈ જતા મોત થયું હતું.