સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો: 10 યુગલોના પ્રભુતામાં પગલા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2022

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા અખાત્રીજના પાવન દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયેલ. આ સમૂહ લગ્નોત્સવ શ્રી દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાયેલ. તેમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ હરબટીયાળી ખાતે યોજાયેલ તેમાં 63 યુગલો લગ્નગ્રંથિથી જોડાયેલ. સરદાર લેવા પાટીદાર સમાજ દ્વારા તમામ કન્યાઓને દાગીના, રસોડા સેટ, ફર્નિચર સહિતનો અમૂલ્ય કરિયાવર અપાયેલ.

બીજો સમૂહ લગ્નોત્સવ તારીખ 26 /11/2020 ગુરૂવારના રોજ તુલસી વિવાહના શુભ દિવસે યોજાયેલ. કોરોના કાળની સરકારની ગાઈડ લાઈન મુજબ એકજ જગ્યાને બદલે કન્યાઓના ઘરેજ લગ્ન દિવસે યોજાયેલ. કન્યાઓના ઘરે એક જ સમયે મંડપ રોપણ, જાન આગમન હસ્તમેળાપ તથા ભોજન સમારંભ યોજાયેલ. સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓને ચોરી મંડપ ના 5,000 તથા ભોજન સમારંભના 15000 રૂપિયા તથા કન્યાઓને સોના ચાંદીની વસ્તુ, ઈલેક્ટ્રીક ફર્નિચર રસોડા સેટ તથા ધાર્મિક પુસ્તકો સહિત 77 વસ્તુઓ કન્યાઓને તેમનાં ઘરે અપાયેલ.

કમીટી મેમ્બરના પ્રમુખ, સભ્યો એ દરેક લગ્ન સ્થળે ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપેલ. તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. સોના-ચાંદીના દાગીના, ધાર્મિક ગ્રંથો, રસોડા સેટ, ફર્નિચર સહિત 67 આઈટમ ભેટમાં અપાયેલ. સમુહ લગ્નોત્સવમાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારાના પ્રમુખ અશોકભાઈ પટેલ, બેચરભાઈ ઢેઢી, લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, હસમુખ ભાઈ દુબરીયા તથા કમિટી સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયેલ. આ પ્રસંગે દાતાઓ નું સન્માન કરાયેલ. સમૂહ લગ્નોત્સવમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.