મોરબીમાં યુવાનની હત્યામાં ત્રણ વ્યક્તિની ધરપકડ

સગીરાની માતા અને બે મામાની સંડોવણી ખુલી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2022

મોરબીના મહેન્દ્રનગર શીતળામાતાના મંદિર નજીક રહેતા અને 181 અભયમ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર સગીર યુવતીની માતા અને બે મામાની સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ગઈકાલે 181 એમ્બ્યુલન્સમાં નોકરી કરતા મિતેષ ભરતભાઈ કુબાવત નામના યુવાનના બુલેટ સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જ્યા બાદ મહિલા સહિતના બે શખ્સોએ આઈ-10 ગાડીમાં અપહરણ કરી ઢોર માર મારતા સારવાર દરમિયાન મૃત્યુ

નિપજતા સીટી બી ડિવિઝન પોલીસે યુવાનના માતા ગીતાબેન ભરતભાઈ કુબાવતે પોતાના એકના એક પુત્રની હત્યા મામલે આરોપી મીનાબેન બાલુભાઈ વિડજા, પરેશભાઈ બાલુભાઈ વિડજા અને ધર્મેશ બાલુભાઈ વિડજા વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

આ ચકચારી બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગત રાત્રીના સગીર યુવતીના મામા ધર્મેશ અને પરેશ વિડજાની ધરપકડ કરી હતી તેમજ આજરોજ સગીર યુવતીની માતાની પોલીસે વિધિવત ધરપકડ કરી હત્યાના ચકચારી બનાવમાં આરોપીને ઝડપી લઈ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.