MITના વૈજ્ઞાનિકોએ બનાવ્યા કાગળ જેટલા પાતળા લાઉડસ્પીકર, જાણો ખાસીયતો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-05-2022

મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના એન્જિનિયરોએ કાગળથી પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે જે કોઈપણ સપાટીને સક્રિય ઓડિયો સ્ત્રોતમાં ફેરવી શકે છે. આ સંશોધન IEEE ટ્રાન્ઝેક્શન્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયું છે.

પરંપરાગત લાઉડસ્પીકરની જેટલી ઉર્જા હોવી જોઈએ તેની સરખામણીમાં આ નાજૂક લાઉડસ્પીકર એક અંશનો ઉપયોગ કરે છે. ન્યૂનતમ ડિસ્ટોર્શન સાથે અવાજ ઉત્પન્ન કરે છે. આ લાઉડસ્પીકર એટલું નાનું છે કે, હાથમાં જ પણ સમાઈ શકે છે. સાથે તે વજનમાં ખૂબ જ હલકું પણ છે. જો તે કોઈપણ સપાટી સાથે જોડાયેલ હોય તો પણ તે હાઈ ક્વાલિટીનો અવાજ ઉત્પન્ન કરે છે. આ માટે સંશોધકોએ ખૂબ જ સરળ ફેબ્રિકેશન ટેકનિકનો ઉપયોગ કર્યો છે.

આ લાઉડસ્પીર ઘોંઘાટીયા વાતાવરણમાં સક્રિય અવાજ રદ (Active Noise Cancellation) કરવાની સુવિધા આપે છે. તેનો ઉપયોગ મનોરંજન માટે પણ થઈ શકે છે. આ લાઉડસ્પીકરને ચલાવવા માટે ઓછી વીજળીની જરૂર પડે છે તે એક પરફેક્ટ સ્માર્ટ ઉપકરણ છે.

MIT નેનો ટેકનોલોજીના ડિરેક્ટર અને આ પેપરના વરિષ્ઠ લેખક વ્લાદિમીર બુલોવિક કહે છે કે, કાગળની પાતળી શીટ સાથે 2 ક્લિપને જોડવી. તેને તમારા કમ્પ્યુટરના હેડફોન પોર્ટમાં પ્લગ કરવાનો છે. તેમાંથી નિકળતો અવાજ સાંભળવાથી દિલ સ્પર્શ હોય છે.