હળવદમાં માલધારી સમાજની રેલી : મામલતદારને આવેદનપત્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-03-2022

રાજ્ય સરકાર દ્વારા માલધારીઓ ગૌવંશ રાખવા માટે ફરજિયાત લાયસન્સ કાયદોનો ઠેર ઠેર જિલ્લા અને તાલુકા ઓમા વિરોધ પ્રદર્શન કરીને માલધારી સમાજના આગેવાનો દેખાવ કરી રહ્યા છે ત્યારે હળવદમાં પણ માલધારી સમાજેએ રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપીને આ ગૌવંશ માટે ફરજીયાત લાયસન્સના કાયદાનો વિરોધ કરીને સરકાર દ્વારા કાયદો પરત ખેંચવામાં આવે તેવા નારા લગાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના માલધારી સમાજના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં