મોરબીમાં જેટકોના કર્મચારીનો વિદાય સમારંભ યોજાયો, સમ્માનપત્ર, મોમેન્ટો આપી શુભેચ્છા પાઠવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

મોરબીમાં જેટકોના કર્મચારી નો વયમર્યાદા પુરી થતા તેમનો ગઈકાલે નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો જેમાં અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી માં ગઈકાલે તા.11-2-22 ના રોજ શનાળા 66 કેવી મોરબી ખાતે કે એન પરમાર ભાઈ વય મર્યાદાના કારણે નિવૃત થયા હોઈ તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જેટકો ના મોરબી-બી ના સ્ટાફ દ્વારા આયોજીત તથા એજીવીકેએસ મોરબી તથા વિધુત મંડળી મોરબી સંચાલિત કાર્યક્રમનાં મહેમાનો તરીકે મોરબી કા.ઇ. પટેલ સાહેબ, ટંકારા કા.ઇ. વ્યાસ, વાંકાનેર કા ઇ. માલાસણા ખાસ ઉપસ્થિત

રહ્યા હતા. સંઘના મોરબી ના હોદેદાર વીડજાભાઈ, ભગદેવ ભાઈ, ડી.એમ. ઝંઈંલા, ડી.બી. જાડેજા વગેરે હાજર રહ્યા હતા.સ્વાગત પ્રવચન એચ જી જોષી તથા પ્રાસંગિક પ્રવચન દેકાવડીયા સાહેબ તથા આભાર વિધિ મનીષભાઈ રાઠોડ ભાઈએ કરી હતી. પધારેલ અધિકારીગણ, મોરબી સ્ટાફ, સંઘના હોદેદાર સર્વ એ પરમાર ભાઈ ને શુભેચ્છા આપી માનભેર વિદાય આપી હતી.જેટકો તરફથી સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સર્વે એ સાથે ભોજન કરી છુટા પડ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કે.આઇ. ગોસાઇભાઈ એ કર્યું હતું.