વાંકાનેરમાં યુવાન અને યુવતીએ આરોગ્યનગરમાં ઝેરી દવા ગટગટાવી: સારવારમાં યુવતીનું મોત, યુવાન ગંભીર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

(અજય કાંજીયા) વાંકાનેર આરોગ્યનગરમાં યુવાન અને યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવક-યુવતીને હાલમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરથી રાજકોટ સારવારમાં ખસેડાઇ યુવત અને યુવતીમાંથી યુવતીનું રસ્તામાં જ મૃત્યુ નીપજયું છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર ની અંદર આવેલ આરોગ્યનગર વિસ્તારમાં રહેતા દેવરાજભાઈ જયંતિભાઇ માનસુરિયા (ઉંમર 20) અને રીટાબેન રાજુભાઈ અંબાસણ ( ઉમર 20) આ બંન્નેએ કોઈ કારણોસર મોડી સાંજે ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી કરીને બંને ઝેરી અસર થઇ હોવાથી વાંકાનેર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જયાં તેઓને પ્રાથમિક સારવાર આપીને હાલમાં રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી યુવક અને યુવતીએ એકી સાથે શા માટે ઝેરી દવા ગટગટાવી છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરથી સારવાર માટે યુવક અને યુવતીને રાજકોટ ખસેડવામાં આવેલ હતા ત્યારે રસ્તામાં જ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે અને ઝેરી દવા પી લેનાર યુવાનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે