મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી, સુગમ અને સહભાગી બનાવીએ “ થીમ આધારિત વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે

ઓનલાઇન માધ્યમ થકી કાર્યક્રમમાં જોડાવા જિલ્લા ચૂંટણીતંત્રનો જાહેર અનુરોધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

મોરબીમાં આગામી તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ને મંગળવારના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ ની ઉજવણી નિમિત્તે ” ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી, સુગમ અને સહભાગી બનાવીએ “ થીમ આધારિત રાષ્ટ્રીય મતદાતા દિવસ વર્ચ્યુઅલી યોજાશે. આ કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી યુવા મતદારોને જોડાવવા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી  એસ.એમ. કાથડના જણાવ્યાં મુજબ તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની ઉજવણી જિલ્લાકક્ષાએ જિલ્લા કલેક્ટર  અને જિલ્લા ચૂંટણી અધિકારી  જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૫/૦૧/૨૦૨૨ ના રોજ ૧૦:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાનાર છે, જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જનતાને https://fb.me/e/2bZ2EXdpb?ti=wa અથવા https://ceo.gujarat.gov.in અથવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના ફેસબુક પેજ (CEOGujarat) અથવા યુ ટ્યુબ ચેનલ પર https://youtu.be/mdB0fc7Goow જોઈ શકશે.