મોરબી: ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર સંપન્ન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-01-2022

આજરોજ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરના મંડળના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિરનું આયોજન સર્વ પ્રથમવાર કરવામાં આવેલ હતું જેમાં મોરબી તથા આસપાસના ગામના મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં મોરબીના જાણીતા સ્પેશ્યલિસ્ટ ડોક્ટરો માના ડોક્ટર તૃપ્તિ સાવરીયા, ડોક્ટર પિયુષ દેત્રોજા, ડોક્ટર સાગર હાંસલિયા, ડોક્ટર ભાવેશ શેરશીયા, ડોક્ટર મહેશ્વરી તથા ડોક્ટર સરદ રૈયાણી નિશુલ્ક સેવા આપી મોરબીની જનતાની સેવા આ કેમ્પના માધ્યમથી કરી હતી.

મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિરમાં સેવા અપાઈ હતી જેમાં સારો સહકાર પ્રાપ્ત થયો હતો. આ કેમ્પનું આયોજન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરમાંથી થતી આવકના વિનિયોગ કરવા માટે મંદિરના ટ્રસ્ટીગણોએ આયોજન કર્યું હતું.

મંદિરના ટ્રસ્ટીઓમાં જાનીભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓએ સારો સહકાર આપીને સ્વયંસેવકોની મદદથી આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ કેમ્પને યોગદાન આપવા માટે મંદિરમાં ચાલતા દવાખાના ડોક્ટર અમિત ગેલાણી તથા યુનિક સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત પટેલ અને તેમની ટીમે પણ આયોજન કરવામાં અને અમલ મૂકવામાં સારો એવો સહકાર આપ્યો હતો જે બદલ મંદિર મળે બધા જ ડોક્ટરો અને સ્વયંસેવક નું ખૂબ આદર અને પ્રેમપૂર્વક સન્માન પણ કરેલ હતું.