મોરબીની હાઈ-પ્રોફાઈલ રવાપર ગ્રામ પંચાયત ચુંટણીમાં નીતિનભાઈ ભટાસણાનો વિજય

મેજર અપસેટ સર્જાયો : ત્રાજપર બેઠક પરથી ભાજપના ધારાસભ્યના પત્ની હાર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-12-2021

મોરબીની રવાપર ગ્રામ પંચાયત ચુંટણીમાં છ ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી ભર્યો જંગ હતો અને આજે મત ગણતરી યોજાતા રવાપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે નીતિનભાઈ ભટાસણાના ચૂંટાઈ આવ્યા હતા.

મોરબીની હાઈ પ્રોફાઈલ અને સૌથી વધુ છ ઉમેદવારો વચ્ચે મેદાને જંગ બનેલી રવાપર ગ્રામ પંચાયત ચુંટણીની મત ગણતરી આજે મોડી સાંજ સુધી ચાલી હતી અને હાઈ પ્રોફાઈલ બેઠકમાં નીતિનભાઈ ભટાસણાનો વિજય થયો છે રવાપર ગ્રામ પંચાયત બેઠકમાં છ ઉમેદવારો પૈકી જગદીશભાઈ અઘારા અને નીતિનભાઈ ભટાસણા વચ્ચે મુખ્ય જંગ જોવા મળ્યો હતો જેમાં જગદીશભાઈ અઘારાને ૨૪૧૧ મતો મળ્યા હતા અને નીતિનભાઈ ભટાસણાને ૩૧૪૫ મતો મળ્યા હતા અને ૭૩૪ મતોની લીડ સાથે નીતિનભાઈ વિજેતા બન્યા હતા

વોર્ડ વાઇઝ વિજેતાઓની યાદી

વોર્ડ નં.1માં સગુણાબેન મહેન્દ્રકુમાર ચાડમિયા 107 મતની લીડથી વિજેતા

વોર્ડ નં. 2માં સિદ્ધાર્થ દલસુખભાઈ ચારોલા 14 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.3માં કિશોરભાઈ ગોવિંદભાઇ સાગઠિયા વિજેતા

વોર્ડ નં.4માં કરણ લલિતભાઈ કાસુન્દ્રા ફક્ત 4 મતની લીડથી વિજેતા

વોર્ડ નં. 5માં અરવિંદભાઈ ભાણજીભાઈ વરમોરા 6 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.6માં પરેશભાઈ મનજીભાઈ રાંકજા 142 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.7માં વિનોદભાઈ ગણેશભાઇ ઘોડાસરા 241 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.8માં શૈલેષભાઇ અંબારામભાઈ ભટ્ટાસણા 175 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.9માં સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા 53 મતની લીડથી વિજેતા

વોર્ડ નં 10માં નિર્મળાબેન મગનભાઈ ભાલોડિયા 58 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.11માં ગીતાબેન દિલીપભાઈ અધારા 40 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.12માં ભારતીબેન ભીખાભાઇ જારીયા 66 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.13માં ભાવનાબેન કાંતિલાલ રાણસરિયા 94 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.14માં પુષ્પાબેન દીપકભાઈ ફુલતરિયા 96 મતની લીડથી વિજેતા

વોર્ડ નં.15માં વીણાબેન અંબારામભાઈ અઘારા 98 મતની લીડથી વિજેતા

વોર્ડ નં. 16 ઉર્મિલાબેન અરુણકુમાર વિડજા 25 મતની લીડથી વિજેતા

ત્રાજપર બેઠક પર મેજર અપસેટ સર્જાયો હતો જ્યાં ધારાસભ્યના પત્ની હાર્યા

મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની મેદાને હતા જોકે ધારાસભ્યના પત્નીને હારનો સામનો કરવો પડ્યો છે

હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની જશુબેન સાબરીયાએ ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીની મત ગણતરી પૂર્ણ થતા ધારાસભ્યના પત્નીની હાર થઇ હતી ત્રાજપર ગ્રામ પંચાયત સીટ પરથી જયંતીભાઈ ઝીન્ઝુંવાડિયાનો વિજય થયો હતો

ભાજપના સીટીંગ ધારાસભ્યના પત્ની ગ્રામ પંચાયતની ચુંટણી હારી જતા મેજર અપસેટ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે પરષોતમ સાબરીયા અગાઉ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હતા અને બાદમાં ભાજપનો ભગવો ધારણ કર્યો હતો ત્યારે તેમના પત્ની પોતાના વિસ્તારમાં હારી જતા મતદારોએ અલગ મિજાજના દર્શન કરાવ્યા હોવાનું પણ જણાઈ આવે છે