મોરબીના લીલાપર કેનાલ રોડ પરના વેપારીઓને પાર્કિંગમાં અગવડતા

દિવાળી ના તહેવાર પર રોડ નું કામ શરૂ થતાં વેપારીઓ ને દિવાળી માં હોળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-10-2021

કહેવાય છે ને કે સારી સગવડ જોતી હોય તો થોડી અગવડ ભોગવવી પડે ત્યારે મોરબી ના ઉમિયા સર્કલ લીલાપર કેનાલ રોડ તરફ જતો ડામર રોડ નું કામ ડામર ને બદલે નવો સિમેન્ટ રોડ બની રહ્યો છે. જેથી આસપાસ ના રહેતા લોકો અને વેપારીઓમાં આનંદ છે પણ આ નવો બનતો સિમેન્ટ રોડથી લીલાપર કેનાલ રોડ ના વેપારીઓ ને દિવાળી નો તહેવાર માથે છે ત્યારે હાલ ધંધા પર તો ફટકો પડવાનો છે તે તો ઠીક નવો રોડ બને છે એટલે થોડી નુકશાની પણ રોડ તો નવો બનશે પણ વેપારીઓ ને ધંધા સાથે અહીંયા ધંધા પર આવવા તેના વાહનો પાર્કિંગ કરવાની મોટી અગવડ ઉભી થઇ છે માટે તંત્ર અને ટ્રાફિક પોલીસે અલગ અલગ જગ્યા એ કોઈ ને અગવડ ન પડે તેમ વાહન પાર્કિંગ કરવા વેપારીઓ માંગ કરી રહ્યા છે. રોડ સ્ટેટ હાઇવે માં આવે છે તે પણ આ અંગે વિચારી ને રોડ નું કામ ઝડપથી પૂર્ણ થાય તેવું અહીંના વેપારીઓ ઈચ્છી રહ્યા છે.