SBI એ ગ્રાહકોને કર્યા એલર્ટ, આ નંબરને કરો ઈગ્નોર બાકી સેકેન્ડમાં ખાલી થઈ જશે તમારૂ એકાઉન્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2021

State Bank of India Alert: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ફેક કસ્ટમર કેર નંબર પર કોલ ન કરવાની સલાહ આપી છે અને તેનાથી બચવા માટે એલર્ટ જાહેર કર્યું છે.  

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ચલણની સાથે ઓનલાઇન છેતરપિંડીના કેસ પણ વધી રહ્યાં છે. આવા સમયમાં જો તમે એક ભૂલ કરો તો સાઇબર ઠગ તમારૂ એકાઉન્ટ ખાલી કરી દેશે. આ વચ્ચે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક SBI એ સમય-સમય પર પોતાના ગ્રાહકોને આ ફ્રોડથી બચવાની રીત જણાવી છે. SBIએ નકલી કસ્ટમર કેર નંબરને લઈને એક એલર્ટ જાહેર કર્યું છે.

એસબીઆઈએ જાહેર કર્યું એલર્ટ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર હાલમાં એક ટ્વીટ કરી ગ્રાહકોને ફેક કસ્ટમર કેરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. SBI એ પોતાના ટ્વીટમાં લખ્યું કે નકલી કસ્ટમર કેર નંબરોથી સાવધાન રહે. ટ્વીટમાં આગળ કહેવામાં આવ્યું છે કે સાચા કસ્ટમર કેર નંબર માટે એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જાવ. આ સિવાય ગોપનીય બેન્કિંગ જાણકારી કોઈ સાથે શેર ન કરો.

બેન્કે શેર કર્યો વીડિયો

એસબીઆઈએ જણાવ્યું કે જો તમારી સાથે આવું કંઈ થયું છે તો તત્કાલ ફરિયાદ કરો. બેન્કે એક વીડિયો શેર કરીને પોતાના ગ્રાહકોને જણાવ્યું કે, કઈ રીતે સાઇબર ઠગ તમારી એક ભૂલની રાહ જુએ છે અને તમારા એકાઉન્ટ માટે ખતરનાક થઈ શકે છે. બેન્કે જણાવ્યું કે, કોઈપણ પ્રકારની છેતરપિંડી માટે [email protected] પર પોતાની ફરિયાદ નોંધાવો કે પછી સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરો.

એક સેકેન્ડમાં ખાલી થઈ જશે એકાઉન્ટ

મહત્વનું છે કે ફેક કસ્ટમર કેર નંબર પર કોલ કરી ફ્રોડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે. ફોન પર સાઇબર ઠગ તમારી અંગત જાણકારી જેમ કે નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, ઈમેલ આઈડી, એકાઉન્ટ નંબર, ડેબિડ કાર્ડ નંબર અને ઓટીપી માંગે છે. ત્યારબાદ સેકેન્ડમાં તમારૂ એકાઉન્ટ ખાલી થઈ જાય છે.