શું તમારું કોવીડ વેક્સીન સર્ટિફિકેટ અસલી છે? ચેક કર્યું?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-07-2021

અંદાજીત છેલ્લા 6 મહિનાથી દેશભરમાં લોકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી રહી છે. દેશભરમાં વેક્સિનેશન (Vaccination) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમારામાંથી કેટલાક લોકોએ કોવિન પોર્ટલ (Covin Portal) અથવા તો આરોગ્ય સેતુ એપ (Aarogy setu App) ઉપર બુકિંગ કરીને વેક્સિન લીધી હશે અને કેટલાક લોકો હજુ પણ લાઈનમાં ઉભા હશે. સરકારે હવે લોકોને ઓનસાઈટ રજિસ્ટ્રેશનની પણ સુવિધા આપી છે. એટલે કે તમે વેક્સિનેશન સેન્ટર પર સીધા જઈને અપોઈન્ટમેન્ટ લઈ શકો છો અને વેક્સિન લઈ શકો છો. વેક્સિનના ડોઝ પછી લોકોને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. ફાઈનલ સર્ટિફિકેટ બંને  ડોઝ પછી મળી રહ્યું છે. પરંતુ  જો તમને પૂછવામાં આવે કે તમારું સર્ટિફિકેટ અસલી છે કે નકલી તો તમે વિચારમાં પડી જશો. તમે તરત જ સવાલ કરશો કે શું વેક્સિન સર્ટિફેકિટ પણ નકલી હોય શકે છે ? તો તેનો જવાબ છે હાં.

કેટલાક લોકોએ નકલી વેક્સિન સર્ટિફિકેટની ફરિયાદ કરી છે જેના પછી સરકારે લોકોને સર્ટિફિકેટની તપાસ કરવાની ઓનલાઈન સુવિધા આપી છે. તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ ફોનથી સર્ટિફિકેટની તપાસ કરી શકો છો.

આ રીતે સર્ટિફિકેટની કરો તપાસ

સૌપ્રથમ તમારા ફોનમાં બ્રાઉઝરમાં verify.cowin.gov.in/ ઓપન કરો > જેમાં તમને Verify a vaccination certificateનું વિકલ્પ જોવા મળશે > આ વિકલ્પની નીચે સ્કેન ક્યૂઆર કોડનું વિકલ્પ પણ જવા મળશે > તમારા સર્ટિફિકેટ પર આપવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરો > કોડ સ્કેન કર્યા પછી ‘Certificate Successfully Verified’ લખેલું જોવા મળે તો તમારું સર્ટિફિકેટ અસલી છે > જો સ્કેન કર્યા પછી ‘Certificate Invalid’ લખેલું જોવા મળે તો તમારું સર્ટિફિકેટ નકલી હોવાનું સાબિત થશે

ભારત સરકારે લોકોને આરોગ્ય સેતુ એપ ઉપર બ્લૂટ ટિક આપવાનું એલાન કર્યું છે. આરોગ્ય સેતુ એપ ઉપર એ લોકોના એકાઉન્ટની સાથે બ્લૂ ટિક મળશે જેમણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. આરોગ્ય સેતુ એપ ઉપર વેક્સિન લગાવનારા લોકોને બ્યૂ ટિક અને બ્યૂ શીલ્ડ મળશે. તેનો ફાયદો એ થશે કે સર્ટિફિકેટ વગર પણ તેમણે વેક્સિન લઈ લીધી છે તેની ખાતરી થઈ જશે.