દેશના નામે PM મોદીનું સંબોધન, કહ્યું- 21 જૂનથી દેશમાં 18+ના વેક્સીનેશન માટે રાજ્યોને મફત વેક્સીન આપશે કેન્દ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. જેમાં ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે 75 ટકા વેક્સીન કંપનીઓથી ખરીદીને રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે. દેશના બધા રાજ્યોને કેન્દ્ર મફતમાં વેક્સીન આપશે. 21 જૂનથી બધા દેશવાસીઓને ભારત સરકાર મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે.

પીએમ મોદીનું સંબોધન: -પીએમ મોદીએ કહ્યું કે આપણામાંથી ઘણા લોકોએ પોતોના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા લોકો સાથે મારી પૂરી સંવેદના છે. સાથીઓ છેલ્લા 100 વર્ષોમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ના જોઈ હતી અને અનુભવી પણ ના હતી. આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ ઘણા મોરચા પર એક સાથે લડ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઇને આઈસીયૂ, વેન્ટિલેટરથી ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું.

– રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું – બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રૂપથી વધી ગઈ હતી. ભારતના ઇતિહાસમાં આટલા ઓક્સિજનની જરૂરિયાત ક્યારેય થઈ નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે યુદ્ધસ્તર પર કામ કરવામાં આવ્યું. ઓક્સિજન રેલ, એરફોર્સ વિમાન, નૌસેનાના જહાજને લગાવવામાં આવ્યા હતા.

-પીએમ મોદીએ કહ્યું – કોરોના જેવી અદ્રશ્ય અને રૂપ બદલનાર દુશ્મન સામેની લડાઇમાં સૌથી પ્રભાવી હથિયાર કોવિડ પ્રોટોકોલ છે. માસ્ક અને બે ગજની દૂરી જ અચૂક હથિયાર છે. વેક્સીન આપણા માટે સુરક્ષાની કવચની જેમ છે. આખા વિશ્વમાં વેક્સીન માટે જે માંગ છે તેની સરખામણીમાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સીન બનાવનાર કંપનીઓ ઘણી ઓછી છે.

-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – તમે છેલ્લા 50-60 વર્ષનો ઇતિહાસ જોશો તો ભારતને વિદેશોથી વેક્સીન મેળવવામાં દશકો લાગી જતા હતા. પોલિયોની વેક્સીન હોય કે સ્મોક પોક્સની વેક્સીન હોય કે હેપિટાઇસ બી ની વેક્સીન હોય. તેના માટે દેશવાસીઓએ દશકો સુધી રાહ જોઈ હતી. 2014માં દેશવાસીઓએ અમને સેવા કરવાની તક આપી તો ભારતમાં વેક્સીનેશનનું કવરેજ ફક્ત 60 ટકા આસપાસ હતું. આપણી દ્રષ્ટીમાં આ ઘણી ચિંતાની વાત હતી. જે ઝડપથી ભારતમાં ટિકાકરણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે ઝડપથી દેશને 100 ટકા ટિકાકરણના લક્ષ્યને મેળવવામાં લગભગ 40 વર્ષ લાગી જાત.

-પીએમ મોદીએ કહ્યું – વેક્સીનની સમસ્યાના સમાધાન માટે મિશન ઇન્દ્રધનુષને લોન્ચ કરવામાં આવ્યું. તેના માધ્યમથી યુદ્ધસ્તર પર વેક્સીનેશન કરવામાં આવશે. દેશમાં જેને પણ વેક્સીનનેશનની જરૂર છે તેમને વેક્સીન આપવામાં આવી. અમે મિશન મોડમાં કામ કર્યું. ફક્ત 5-6 વર્ષમાં વેક્સીનેશન કવરેજ 60 ટકાથી વધારીને 90 ટકાથી વધારે થઇ ગયું.

-પીએમે કહ્યું – આપણે સો ટકા ટિકાકરણની તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે કોરોનાએ આપણને ઘેરી લીધા. દેશમાં જ નહીં દુનિયા સામે ફરી જૂની આશંકાઓ જન્મવા લાગી કે હવે ભારત કેવી રીતે આટલી મોટી વસ્તીને બચાવી શકાશે. જ્યારે નિયતી ચોખ્ખી હોય તો નીતિ સ્પષ્ટ હોય છે, સખત પરિશ્રમ હોય તો પરિણામ પણ મળે છે. દરેક આશંકાને પછાડીને ભારતે એક નહીં બે મેડ ઇન ઇન્ડિયા વેક્સીન લોન્ચ કરી દીધી. આપણા દેશે, દેશના વૈજ્ઞાનિકોએ એ બતાવી દીધું કે ભારત મોટા-મોટા દેશોથી પાછળ નથી. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે દેશમાં 23 કરોડથી વધારે વેક્સીન ડોઝ આપી દેવામાં આવ્યા છે.

-પીએમ મોદીએ કહ્યું – ભારત સરકારે રાજ્યોની આ માંગણીનો સ્વીકાર કર્યો. આ વર્ષે 16 જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના અંત સુધી ભારતનો વેક્સીનેશન કાર્યક્રમ કેન્દ્ર સરકારના અંડરમાં ચાલ્યો. દેશના નાગરિકો પણ અનુશાસનનું પાલન કરતા વેક્સીન લગાવી રહ્યા હતા. આ વચ્ચે ઘણી રાજ્ય સરકારે ફરી કહ્યું કે વેક્સીનનું કામ વિકેન્દ્રીકૃત કરવામાં આવે. અલગ-અલગ સ્વર ઉઠ્યા. જેવા વેક્સીનેશન માટે એજ ગ્રૂપ બનાવ્યા તો અવાજ ઉઠ્યો કે વૃદ્ધોનું વેક્સીનેશન પહેલા કેમ થઇ રહ્યું છે. દેશના મીડિયાના એક વર્ગે તેને કેમ્પેઇનના રૂપમાં પણ ચલાવ્યું. આ પછી સહમતી બની કે રાજ્ય સરકાર આવો પ્રયાસ કરવા માંગે છે તો ભારત સરકાર એકલું કેમ કરે. આ વાતને ધ્યાનમાં રાખીને 16 જાન્યુઆરીથી જે વ્યવસ્થા ચાલતી હતી, રાજ્ય એ માંગણી કરી રહ્યા હતા, તેમનો ઉત્સાહ હતો તો ચલો ભાઈ 25 ટકા કામ તેમને આપી દેવામાં આવ્યું. 1 મે થી રાજ્યોને 25 ટકા કામ આપી દેવામાં આવ્યું. તેનો પૂરુ કરવા માટે તેમણે પોતાની રીતે પ્રયત્નો પણ કર્યા. આ દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલી આવે છે તેની ખબર પડી.

PM મોદીએ કહ્યું- 75 ટકા વેક્સીન કંપનીઓથી ખરીદીને રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે. દેશના બધા રાજ્યોને કેન્દ્ર મફતમાં વેક્સીન આપશે. બધા દેશવાસીઓને ભારત સરકાર મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે. 21 જૂનને સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા નાગરિકોને ભારત સરકાર રાજ્યોને મફત વેક્સીન આપશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો