અખાત્રીજનું પર્વ લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવા માટે અને કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ મહિનાની સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયાનું પર્વ ઉજવવામાં આવે છે. આજના દિવસે મુહુર્ત જોયા વગર આખો દિવસ શુભ કાર્યો થઈ શકે છે.

સોની બજારમાં આજે 22 કેરેટ સોનાના ભાવમાં આજે 1200 રૂપિયા પ્રતિ દશ ગ્રામનો વધારો નોંધાયો હતો આમ છતાં આજે ગ્રાહકોએ સોનું ખરીદવા પડાપડી કરી હતી.































































