મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજાનું રિપેરિંગ કામ કરવામાં આવનાર છે જેથી ડેમમાંથી મચ્છુ નદીમાં પાણી છોડાશે અને તેના માટે 34 ગામને એલર્ટ કરાયા છે, મચ્છુ-2 ડેમના ગેઇટ રીપેરીંગ માટે નદીમાં પાણી છોડવામાં આવશે ત્યારે મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારના લોકોની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓને ત્યાંથી સલામત સ્થળે જવા માટેની સૂચના આપવામાં આવેલ છે

તેમજ ત્યાં લારી ગલ્લા રાખીને વેપાર કરતાં વેપારીઓને પણ ત્યાંથી સલામત સ્થળે તેના લારી ગલ્લા લઈ લેવા માટેની સૂચના આપવામાં આવેલ છે ત્યારે મોરબી બી ડિવિઝન પીએસઆઈ સહિતના કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.































































