ખાખીનો આતંક : જામનગર પોલીસે હ્યદયરોગના દર્દીને મોતની અણી સુધી માનસિક ટોર્ચર કર્યું

જામનગર પોલીસનો અત્યાચાર!, સંવેદનશીલ સરકારની “અસંવેદનશીલ” પોલીસ, જામનગર પોલીસ પ્રજાની મિત્ર નથી?!! 

સરકાર કોરોનાથી તો લોકો બચાવી તો શકી નહિ, ઉલટું પોલીસ દ્વારા સામાન્ય પ્રજા પર દમન ગુજારી પ્રજાને મારવા બેઠી છે 

નીચે આપેલ લિંક પરથી ઈ-પેપર વાંચો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) જામનગરમાં ગત તા. 14 મી જામનગર પોલીસ અત્યાચારનો “બ્લેક-ડે’ હતો, જામનગર સિટી બી ડિવિઝન પોલીસ એક ગંભીર હાર્ટ પેશન્ટ પર કોરોના વાયરસે એટેક કર્યો હોય તેમ આખું બી-ડિવિઝન પોલીસ એક નિર્દોષ નાગરિક અને પત્રકાર હરીશભાઈ બુધ્ધભટ્ટી પર આફત બનીને રીતસર તૂટી પડ્યું હતું. 
સમગ્ર ઘટના જાણે એમ હતી કે જામનગરના  મીડિયાકર્મી  હરીશભાઈ બુધ્ધભટ્ટી પોતાનું હ્યદય ફક્ત 12% જ કાર્ય કરે છે જેથી તેમને સારવાર માટે કોઈપણ સમયે મેડિકલ સારવારની જરુરુ પડી આવે છે. ત્યારે ગત તા. 14-5 ના રોજ તેઓ પોતાની હ્યદયની બીમારીની દવા સારવાર લેવા બજારમાં નીકળ્યા હતા. ઘરે પરત ફરતા તેઓને ગભરામણ થતા ચાલુ બાઈક સાઈડમાં રાખી રસ્તા વચ્ચે જ કલાક આરામ લેવો પડ્યો હતો જેથી તેઓને ઘરે પહોંચવામાં મોડું થઇ ગયું હતું દરમિયાન તેઓ ધીમી ધીમી બાઈક હંકારી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગુરુદ્વારા સર્કલ પાસે યમરાજ ઉભા હોય તેમ ટ્રાફિક જવાન યશ નડિયાપરા નામના જી.આર.ડી. જવાને આ મીડિયાકર્મી  અને હાર્ટ મરીઝ હરીશભાઈ તથા તેમની સાથે મદદમાં પાછળ બેઠેલ તેમના પુત્રવધુની અટકાયત કરી હતી. ત્યારે હરીશભાઈએ પોતાની ગંભીર શારીરિક હાલત અંગે જાણ કરી અને પોતે વ્યવસાયે મીડિયાકર્મી  પણ હોઈ તેમનું આઈ.ડી. પણ બતાવેલ હતું. તેમ છતાં ” મીડિયાકર્મી  હો તો શું થઇ ગયું” તેમ બોલી મીડિયાકર્મી  વિરુદ્ધનું ખુન્નસ જાગ્યું અને બળજબરીથી કાંઠલો પકડી બીમાર વ્યક્તિની સાથે હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો દરમિયાન તેમની પુત્રાવધૂ પણ બાઈક પરથી પડી ગયા હતા. આથી વધુ ઉશ્કેરાઈને તેઓ બી.ડિવિઝનના પી.એસ.આઈ. રાહુલ અભેસિંહ વાઢેર પાસે લઇ ગયા અને તેમને ફરિયાદ કરી ત્યારે હરીશભાઈએ તમામ હકીકતોથી પી.એસ.આઈ.ને વાકેફ કાર્ય પોતાના મેડિકલ રિપોર્ટ્સ બતાવ્યા અને મીડિયાકર્મી નું ઓળખપત્ર પણ બતાવ્યું અને તુરંત અમોને ઘરે જવા દો અમારી હાલત સારી નથી તેવી આજીજી કરી તેમ છતાં પી.એસ.આઈ. રાહુલ અભેસિંહ વાઢેરે માનવતા દાખવને બદલે ઉલટું “તારા નાટક નહિ ચાલે, કર્ફ્યુ થી બચવા નાટક બંધ કર” જેવી ભાષા વાપરી તેઓની એક પણ વાત ધ્યાને લીધા વિના બાઈક ડિટેઇન કરી પોલીસ ચોકીએ લઇ ગયા જ્યાં તેઓને મોડી રાત્રી સુધી ગોંધી રાખ્યા દરમિયાન બાઈકની ચાવી સાથે ઘરની ચાવી હોવાથી તેમની પુર્ત્રવધુ પણ મોડી રાત્રી સુધી સડકો પર ભટકતી રહી અને વારંવાર વિનંતી કરતી રહી ‘સાહેબ તેવો હાર્ટના ગંભીર હાલતમાં છે તેમને જવા દો’. પણ પોલીસ વાત ધ્યાને ન લીધી તે ન જ લીધી. દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ તેમને ફરી ગભરામણ શરૂ થતા ઇમર્જન્સી માં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી ગઈ હતી ત્યારે માનવતાની દ્રષ્ટિએ પોલીસે હોસ્પિટલમાં પણ દાખલ કરવા તસ્દી ન લીધી અને રેઢો મૂકી દઈ ક્રુરતાની તમામ હદ પાર કરી નાખી. જેથી તેમના પુત્રએ તાબડતોબ 100 નંબર પર કંટ્રોલરમમાં ઇમર્જન્સી નંબર પર ફોન કરી મારા પિતાશ્રીને પોલીસ દ્વારા ખોટા સમયે જુલ્મ થઇ રહ્યો હોઈ તુરંત અમારી મદદ કરો તેવી વિનંતી 100 નંબર પર કરી હતી. જેથી તેઓને હોસ્પિટલે જવા દેવામાં આવ્યા હતા. સમયસર હોસ્પિટલે પહોંચિ જતા તેઓને સારવાર સમયસર મળી જતા તેઓની હાલત સ્થિર થઇ હતી જો સમયસર ન પહોંચી શક્ય હોત તો તેમને જાન ગુમાવવાનો વારો આવત ત્યારે કોણ જવાબદાર રહેત? જયારે પોલીસે આ સમગ્ર ઘટના બાદ તેઓ પાર એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો, ફરજ રુકાવટ નો ગુન્હ્યો નોંધી અને આખા પરિવારને જેલ ભેગા કરવા છે તેવું બોલી બળતામાં ઘી નાખી અત્યાચાર પર અત્યાચાર ગુજારવાની તમામ હદ પાર કરી નાખી હતી. આ સમગ્ર ઘટના બાદ હરીશભાઈની તબિયત સુધરતા આ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જામનગર સુપ્રિ. ઓફ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમજ આ સમગ્ર ઘટના વિષે માનનીય  ગુજરાતના DGP સાહેબને ફરિયાદ મોકલેક છે, મુખ્યમંત્રીશ્રીને પણ ફરિયાદની નકલ મોકલી ન્યાયની માંગ કરાઈ છે. તથા પ્રધાનમંત્રીશ્રીને પણ આ સમગ્ર ઘટનાની ઓનલાઇન ફરિયાદ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જયારે કોરોનાની કપરી સ્થિતિમાં પ્રજાનું રક્ષણ કરવાની જેની જવાબદારી છે તેવા પોલીસ અધિકારીઓ મેડિકલ કટોકટીના સમયે તેમનો ઈગો સંતોષવા કેટલી નીચતા પર ઉતરી આવે છે તે અત્યંત શરમજનક છે. આવા અધિકારીએ પોલીસની આબરૂ પર બટ્ટો લગાવે છે. આવા માનવતાહીન પોલીસ અધિકારી પર હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરવા  ચક્રો ગતિમાન કર્યા છે આવા અધિકારીઓને તાત્કાલીક અસરથી ખાતાકીય પાગલા લેવા પ્રજામાં ભારોભાર રોષ સાથે માંગ ઉઠી છે. 

ગુહ વિભાગના હુકમનો પણ અનાદર કર્યો? પોલીસ સરકારના આદેશને પણ ઘોળીને પી ગઈ આ છે ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ હુકમ જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે બીમાર વ્યક્તિ, અને પત્રકારને રાત્રી કર્ફ્યુ દરમિયાન નીકળવાની છૂટ મળેલ છે. તેમ છતાં પણ જામનગર પોલીસ દ્વારા આદેશનું પાલન ન કરી ગેરબંધારણીય રીતે એફ.આઈ.આર. કરેલ છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો