150 જેટલા જિલ્લાઓમાં લોકડાઉનનો પ્લાન તૈયાર?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

સ્વાસ્થય મંત્રાલયે સરકાર સમક્ષ બ્લૂ પ્રિન્ટ રજૂ કરી દીધી છે, કોરોનાના વધતા કેસોને જોતા કેટલાય જિલ્લામાં એક વાર ફરી લોકડાઉન લાગી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એક પ્રપોઝલ તૈયાર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત એ શહેરોમાં લોકડાઉન લગાવાની સલાહ આપવામાં આવી છે જ્યાં સંક્મણ દર 15 ટકાથી વધારે છે. આ દરમિયાન ફક્ત અતિ જરૂરી વસ્તુને જ છૂટ આપવાની સલાહ અપાઈ છે. દેશમાં આવા લગભગ 150 જેટલા જિલ્લા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે થયેલી બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોકે તેના પર અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ જ લેશે. કોરોના પર કાબૂ મેળવવા માટે આવા નિર્ણયો લેવા ખૂબ જરૂરી હોવાનું આ પ્રસ્તાવમાં કહેવાયુ છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. દરરોજ 3 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે વેક્સિનેશન અને ટેસ્ટિંગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ વચ્ચે એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાનો પીક સમય જલ્દી આવવાનો છે. એક્સપર્ટ મુજબ, મેના પહેલા સપ્તાહમાં કોરોનાનો પીક સમય આવશે અને કેસો ઓછા થવા લાગશે.

આઈઆઈટી કાનપુરે ગયા 7 દિવસમાં દેશના અલગ અલગ ભાગમાં કોરોના વાયરસને લઇ એક મેથમેટિકલ સ્ટડી કરી છે. આ સ્ટડીના આધાર પર એ નિષ્કર્ષ નીકળ્યું છે કે મેના પહેલા સપ્તાહમાં કોરોના વાયરસની પીક હશે અને પછી રફ્તાર ઘટવા લાગશે. આઇઆઇટી પ્રોફેસર મનિન્દર અગ્રવાલ મુજબ આ સ્ટડી ગણિત વિજ્ઞાન પર આધારિત છે. એમણે જણાવ્યું કે ભારતનું પીક એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં હશે. ત્યાર પછી કેસ ઓછા થઇ જશે. આ ગ્રાફ તેમણે ગયા વર્ષે ફેલાયેલ સંક્રમણના આધાર પર બનાવ્યો છે.

એમનું માનવું છે કે આ કોરોના વાયરસના સાત દિવસથી વધુ પ્રભાવી રહેશે. દેશના જે રાજ્યમાં કોરોના વાયરસ વધુ ઘાતક છે ત્યાંના કેસ અને વાયરસનો અભ્યાસ કરતા ડેટ અનુસાર ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક રાજય માટે અલગ-અલગ ગ્રાફ તૈયાર કરતા કોરોનાનો પીક તૈયાર જણાવ્યો છે. ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસો પર જે અભ્યાસ કર્યો છે, એ મુજબ 15મેની આજુબાજુ એક્ટિવ કેસોની સંખ્યા 33થી 35 લાખ પર પહોંચી જશે.

આ સવાલના જવાબમાં આઈઆઈટી સ્ટડી મુજબ ઉત્તર પ્રદેશમાં 35000 કેસ રોજ આવી શકે છે. દિલ્હીમાં 30000, પશ્ચિમ બંગાળમાં 11000, રાજસ્થાનમાં 10000 અને બિહારમાં પ્રતિદિવસ 9000 કોરોનાના કેસ નોંધાઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની તાજા રિપોર્ટ મુજબ, કોરોનાથી અત્યાર સુધીમાં 1.79 કરોડ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 2.01 લાખ લોકોની મોત થઇ છે, જયારે 1.48 કરોડ લોકો રિકવર થયા છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 29 લાખ 106 થઇ ગઈ છે. એટલે આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો