રેશનકાર્ડને લગતું કોઈ કામ હોય તો ડાયલ ટૉલ ફ્રી નંબર્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-03-2021

રેશનકાર્ડ એ એક સરકારી દસ્તાવેજ છે કે જેના દ્વારા ઘઉં, ચોખા વગેરે સરકારી વિતરણ પ્રણાલી હેઠળ બજાર કિંમત કરતા ઓછા ભાવે વાજબી ભાવોની દુકાનમાંથી ખરીદી શકાય છે. પરંતુ ખાદ્યાન્ન વિતરણને લઇને અવારનવાર ફરિયાદો આવી રહી છે. તેવું ઘણીવાર જોવા મળે છે કે રેશન ડીલરો પોતાનો ક્વોટા અનાજ આપવા બાબતે કાર્ડ ધારકો સાથે આનાકાની કરે છે જો તમને આવી કોઈ સમસ્યા આવી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી શકો છો.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ (એનએફએસએ) પર દરેક રાજ્ય માટે અલગ અલગ ટોલ-ફ્રી નંબર આપવામાં આવ્યા છે દરેક રાજ્યમાં અલગ અલગ ટોલ-ફ્રી નંબર હોય છે. જણાવી દઇએ કે રેશનકાર્ડ બનાવવાની પદ્ધતિ પણ દરેક રાજ્યમાં અલગ છે. ગુજરાત રાજ્ય માટે નંબર 1800-233-5500, ભ્રષ્ટાચાર ઓછો કરવા અને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકારે ફરિયાદ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે જેથી સબસિડીવાળુ રાશન ગરીબો સુધી પહોંચી શકે. કેન્દ્ર સરકાર ગરીબ લોકો માટે અનાજના સંગ્રહમાં સામેલ રાશન ડીલરો સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. જો રેશનકાર્ડ ધારક તેમનો અન્નનો ક્વોટા મેળવતો નથી, તો તેઓ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકે છે અને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો