હોમ ગાર્ડ જવાનોને દંડ લેવાની સત્તા નથી : અશોક પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-01-2021

શહેરમાં પોલીસકર્મીઓ તોડબાજી કરતાં હોવાના કિસ્સા સામે આવતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ બદનામ થયો જ છે પરંતુ હવે હોમગાર્ડ વિભાગ પણ બદનામી તરફ જઈ રહ્યો છે. ગુજરાત હોમગાર્ડના જવાનો લોકોને ખોટી ધમકીઓ આપી અને પૈસાનો તોડ કરતા હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે આપને જણાવી રહ્યું છે કે ખાખી વરદી પહેરેલા હોમગાર્ડ જવાનો પાસે કઈ કઈ સત્તાઓ છે અને તેઓનુ ખરેખર કામ શું હોય છે.

પોલીસ કહે ત્યારે જ હોમગાર્ડ વાહનની ચેકિંગ કરી શકે અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાનોએ પોલીસ સાથે રહી અને કામગીરી કરવાની હોય છે. પોલીસ દ્વારા જે રીતે કામ સોંપવામાં આવે તે પોઈન્ટ પર ફરજ બજાવવાની હોય છે. તેઓની પાસે દંડ લેવાની કે વાહન ચેકિંગની સત્તા નથી પરંતુ જો પોલીસ સાથે હોય અને તેઓ વાહનને ચેક કરતા હોય ત્યારે કરી શકે છે. કોઈ વ્યક્તિ કે ગાડી શંકાસ્પદ લાગે તો તેણે પોલીસકર્મી અથવા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી શકે છે. હોમગાર્ડ પાસે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી નથી. દિવસે હોય કે રાતે જે પોઇન્ટ પર ફરજ આપવામાં આવે છે ત્યાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાની હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો