પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત મોરબીમાં વર્કશોપ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી, મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ શાખા જીલ્લા પંચાયત મોરબીમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સેજા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો ૧ જાન્યુઆરી ૨૦૧૭ થી પ્રધાનમંત્રી માત્રુવંદના યોજના અમલમાં આવેલ છે યોજનાનો મુખ્ય હેતુ પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સાથે લાભાર્થી મહિલા પ્રસૃતિ પૂર્વે અને પ્રસૃતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ સકે તે માટે રોજગારીના નુકસાનનું રોકડ સહાયના સ્વરૂપે વળતર આપવામાં આવે છે અને રૂ ૫૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જેમાં તાજેતરમાં જીલ્લા પંચાયત મોરબી આઈસીડીએસ શાખા ખાતે પ્રધાનમંત્રી માત્રુવંદના યોજનાના ૨૫ સેજા કક્ષાના વર્કશોપ કરવામાં આવેલ જેમાં ફોર્મ એ ૨૯૦, બી ૧૯૮ અને સી ૧૫૧ કુલ ૬૩૯ સગર્ભા/ ધાત્રી માતાના ફોર્મ ભરવામાં આવેલ અને વર્ષ ૨૦૧૯-૨૦ ના વર્ષમાં મોરબી જીલ્લાની ૩૬.૧૮ ટકા કામગીરી સાથે રાજ્યમાં ૪ નંબર પર છે વર્કશોપમાં લાભાર્થીનું આરોગ્ય તપાસ કરવા ઉપરાંત યોજનાની જાણકારી આપવામાં આવી હતી

        આઈસીડીએસ શાખાના આઈ એમ ચૌહાણ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા માળિયા તાલુકાના સરવડ સેજાના વર્કશોપમાં હાજર રહ્યા હતા અને જીલ્લા કક્ષાની ટીમ દ્વારા લજાઈ સેજા કક્ષાના વર્કશોપમાં હાજર રહ્યા હતા  

…………………………………. Advertisements ………………………………..