હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે કોરોનાના 4 દર્દીના મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સર્વાધિક ખરાબ સ્થિતિ જેટલી ગુજરાતની છે એટલી જ મહારાષ્ટ્રની છે. ગુજરાતમાં ઓક્સિજનના અભાવે અનેકના મોત નિપજયાના સમાચાર વચ્ચે મુંબઈ નજીક નાલાસોપારા વિસ્તારની એક હૉસ્પિટલમાં ઓક્સીજનના અભાવના કારણે ત્રણ કોરોના દર્દીઓના મોત થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ લોકોએ ત્યાં ખૂબ હોબાળો કર્યો. આ આખી ઘટના બાદ નાલાસોપારાના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના નાલાસોપારાની વિનાયક હૉસ્પિટલની છે. લોકોનો આરોપ છે કે ત્યાં ઓક્સીનજનના અભાવના કારણે 7 કોરોના દર્દીઓના મોત થઈ ગયા છે. તો ધારાસભ્યએ પોતાના ટ્વીટમાં 3 દર્દીઓના મોતની વાત કહી છે. જાણકારી આપવામાં આવી છે કે મંગળવારે સવારથી જ ઓક્સીજનનો અભાવ થવા લાગ્યો હતો. તો આ વિસ્તારના ધારાસભ્ય ક્ષિતિજ ઠાકુરે આ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે ઓક્સીજનના અભાવના કારણે 3 લોકોના મોત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે.

તેમણે લખ્યું કે હું PMOનું ધ્યાન એ તરફ ખેચવા માંગુ છું. વસઇ તાલુકામાં ઓક્સીજનની ભારે ખોટ છે. ઓક્સીજન સપ્લાઈ માત્ર 3 કલાક જ થઈ શકે છે. વિસ્તારમાં કોરોના વાયરસ સંક્રમણના 7000થી વધારે સક્રિય કેસ છે. તેની સાથે જ 3000 લોકોને ઓક્સીજનની જરૂર છે. તો ગુજરાતમાં એક હૉસ્પિટલ પ્રશાસનની બેદરકારી સામે આવી છે, જેના કારણે એક દર્દીનું મોત થઈ ગયું. ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ નેનોસાયન્સના ડીન, પ્રોફેસર ઇન્દ્રાણી બેનર્જીને બે દિવસથી શ્વાસ લેવાની તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને વિદ્યાર્થીઓ અને સહકર્મીઓએ તેમને COVID હૉસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ હૉસ્પિટલે તેમને એડમિટ કરવાની ના પાડી દીધી, હોસ્પિટલે તેમને એમ કહીને મોકલી દીધા કે તેમને એમ્બ્યુલેન્સથી નથી લાવવામાં આવ્યા.

એક રિપોર્ટ મુજબ, શુક્રવારે સાંજે ઇંદ્રાણી બેનર્જી જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તેમને શ્વાસ ફૂલવાની ફરિયાદ હતી. તેમના વિદ્યાર્થીઓએ કહ્યું કે શુક્રવારે તેમનું ઓક્સીજનનું સ્તર 90-92 ટકા આસપાસ હતું. શુક્રવારે તેમને ગાંધીનગરની એક હોસ્પિટલમાં લઈ ગયા, હોસ્પિટલ પૂરી ક્ષમતાથી ભરેલી જોવા મળી. ઇંદ્રાણી બેનર્જીએ પોતાના સહયોગીઓને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો અનુરોધ કર્યો. આ ખાનગી હોસ્પિટલે પણ કહ્યું અહીં BiPAP ઓક્સીજન સદ્રતા અને વેન્ટિલેટરનો અભાવ હતો, જેની ઇન્દ્રાણીને જલદી જ જરૂર પડવાની હતી.

શનિવારે વિદ્યાર્થી પ્રોફેસરને પોતાના ખાનગી વાહનમાં અમદાવાદ મ્યુનિસપાલ કોર્પોરેશન (AMC)ની કોરોના હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમને એમ કહેતા એડમિટ ન કરવામાં આવ્યા કે તેમને એમ્બ્યુલેન્સથી લાવવામાં આવ્યા નથી. ત્યારબાદ તેમને ફરી ગાંધીનગર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એ સમય સુધી ઓક્સીજનનું સ્તર 60 પર હતું, તેમના સહયોગીઓએ આ જાણકારી આપી. 2 વાગ્યા સુધી ગાંધીનગરની એક હોસ્પિટલે BiPAP ઓક્સીજનની વ્યવસ્થા કરી, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું. રવિવારે તેમના સાથી શવને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો