મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

કસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85 જેટલા કાર્યકમો/આયોજનોને મંજૂરીઓ આપવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.

ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થાય ત્યારથી રાજકીય પક્ષો દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમો/આયોજનો ઉપર ચૂંટણી તંત્ર દ્વારા નિયંત્રણ રાખવામાં આવતું હોય છે. રાજકીય પક્ષો કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છુક હોય ત્યારે તેમના દ્વારા જિલ્લા ચૂંટણી તંત્ર પાસે મંજૂરી મેળવી કાર્યક્રમો યોજવાના હોય છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આગામી 7 તારીખે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજનાર છે. ત્યારે 16 માર્ચ કે જ્યારથી આદર્શ આચારસંહિતા લાગુ પડી ત્યારથી લઇ અને અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી 85 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.