રાજકોટમાં સોની સમાજે ઓફર રાખી: કોરોનાની રસી મૂકવો અને મહિલાઓ સોનાની ચૂંક અને પુરૂષો બ્લેન્ડરની ભેટ મેળવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-04-2021

રાજકોટ: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરનો (corona second wave) કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓએ (Rajkot) લોકો કોરોનાની રસી (corona vaccne) મૂકાવવા માટે પ્રેરાય તે માટે એક જોરદાર રસ્તો શોધ્યો છે. રાજકોટમાં સોની સમાજ રસી મૂકાવનાર વ્યક્તિને આકર્ષક સોનાની ભેટ આપી રહ્યા છે.

રાજકોટમાં તમે રસી મૂકાવી રહ્યાં છો તો તમને કોરોનાની સામે રક્ષણ તો મળે જ છે એની સાથે આકર્ષર ભેટ પણ મળે છે. સોની સમાજે લોકોને રસી મૂકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ જોરદાર ઓફર રાખી હતી. જેમાં રસી મૂકાવનાર મહિલાઓને સોનાની ચૂંક અને પુરુષોને હેન્ડ બ્લેન્ડર આપવામાં આવી રહ્યું હતું.

આપણે આવી જાહેરાતો માત્ર ચૂંટણીઓ પહેલા જ સાંભળતા હોઇએ છીએ પરંતુ આ તો રસીકરણ વધે તે માટે આ યથાર્થ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં કોરોના વેક્સિન મુકાવનારને સોની સમાજે સોનાની ચૂંક આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજયમાં કોરોનાનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ત્યારે રાજય સરકાર કોરોના સામે સુરક્ષિત થવા વેકસિનેશન ઝુંબેશને ગતિ આપી રહી છે.

રાજકોટ સમસ્ત સોની સમાજના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ તા.2જીના શુક્રવાર તથા તા.3ના શનિવારે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી કિશોરસિંહજી પ્રા.શાળા, કોઠારીયા નાકા, સોની બજાર ખાતે કરવામાં આવ્યું હતું.

લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે સોની સમાજના અગ્રણીઑએ વેકસીન મુકાવનારને સોનાની ચૂંક આપી હતી. જેમાં શુક્રવારે 751 લોકોએ અને શનિવારે 580 લોકોએ વેક્સિન લીધાનું નોંધાયું છે. બે દિવસના કેમ્પમાં રાજકીય આગેવાનો, જુદી જુદી સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધીરે ધીરે રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટવાની સાથે દવાખાનાઓમાં બેડની સંખ્યા પુરતી હતી પણ હવે તે પણ ભરાવા લાગી છે. ખાનગી હોસ્પિટલમાં બેડ ભરાવવા લાગ્યા છે. તેમજ 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલમાં 318 દર્દી દાખલ છે. કુલ 1779 બેડમાંથી 955 ભરેલા છે એટલે કે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત બેડના 50 ટકાથી વધુ દર્દીઓથી ભરાયેલા છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 733 બેડ છે તેમાંથી હવે 213 જ ખાલી રહ્યા છે. આ ધ્યાને આવતા સમરસ હોસ્ટેલમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરીને ઓક્સિજનના 110 બેડ મુકાયા છે. આ સાથે એચ. જે. દોશી હોસ્પિટલમાં પણ કોવિડ બેડ ફરીથી મૂકવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો