ફાસ્ટેગની ડેડલાઈન 15 ફેબ્રુઆરી સુધી લંબાવાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-12-2020

ફાસ્ટેગ અંગે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. હવે તમારે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો. એનએચએઆઇએ લોકોને ફાસ્ટેગ મળવામાં આવતી મુશ્કેલીઓ જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોથી પસાર થવા બદલ ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021થી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવું ફરજિયાત કરી દેવાયું હતું.

એનએચએઆઇએ જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી 2021 થી દેશના તમામ એનએચએઆઇ ટોલ પ્લાઝા કેશની જગ્યાએ ફાસ્ટેગ લેનમાં ફેરવાઈ જશે. જો કોઈ પણ ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પર પહોંચ્યું તો તેણે બમણો

ટોલ ચૂકવવો પડશે. પરંતુ હવે લોકોને ફાસ્ટેગ લગાવવા માટે રાહત મળી છે અને દોઢ મહિનાનો સમય મળી ગયો છે. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો. હાલ ફાસ્ટેગ દ્વારા ટોલ પ્લાઝાથી કલેક્શન 75-80 ટકા છે. રોડ અને પરિવહન મંત્રાલયે એનએચએઆઇને સૂચન આપ્યું કે તેઓ 100 ટકા કેશલેસ કલેક્શન માટે તમામ જરૂરી મંજૂરીઓ લઈને તને 15 ફેબ્રુઆરીથી લાગુ કરે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63