લંડનથી ફેલાયેલા કોરોનાના નવા ચેપથી ખતરો, લંડનથી આવેલા પ્રવાસીઓનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ‘નજરમાં’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-12-2020

બ્રિટનમાં કોરોનામાં નવો પ્રકાર જોવા મળ્યો છે.જેને લઈ બ્રિટન સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.આજે અમદાવાદ એરપોર્ટ થી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.તો લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી છે.

લંડનથી ફ્લાઈટમાં 249 પ્રવાસીઓ અને 22 એરલાઇન્સનો સ્ટાફ આવ્યા છે.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા છે.જોકે RT PCR સ્ટેટ નો રિપોર્ટ આવ્યા બાદ જ એરપોર્ટ બહાર નીકળવા માટે પરમિશન આપવામાં આવશે.

કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે લંડન થી આવેલા પ્રવાસીઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.લંડનથી આવેલા તમામ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર જ વ્યવસ્થા કરવામાં આવી છે.31 ડિસેમ્બર સુધીમાં અમદાવાદથી લંડન આવતી જતી 5 ફ્લાઇટ રદ કરવામાં આવી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63