ગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસુ : હવામાન વિભાગે કરી આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-07,

ગુજરાતમાં ચોમાસાની પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયા બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ હતી. અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થઈ હતા. દિવસ દરમિયાન ગરમી અને બફરાથી લોકો પરેશાન હતા. છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. તેજ વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ત્રીજી જુલાઇના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસશે. જ્યારે ચોથી પાંચમી અને છઠ્ઠી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63