(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-4, રાજકોટના સુપ્રસિદ્ધ હાડકાના ડોક્ટર દિનેશભાઇ ચૌહાણ ની દીકરી યેશા ચૌહાણએ 2 મહિના પહેલા MBBS કમ્પ્લેટ કર્યું હતું હાલ ડો. યેશા દિનેશભાઇ ચૌહાણ (પ્રજાપતિ) અમદાવાદના કોરોના હોસ્ટપોટ એરિયા એવા દાણી લીમડા વિસ્તારમાં આવેલ LG હોસ્પિટલમાં મેડિકલ ટીમ સાથે ફરજ બજાવી રહી છે. દેશ પર જયારે મહામારીનું સંકટ આવેલું છે ત્યારે એક નીડર સૈનિકની જેમ લડતા આપણા વીર યોદ્ધા જેવા ડોક્ટર્સ દેશ માટે દિવસ રાત જોયા વગર અવિરત સેવા આપી રહ્યા છે ત્યારે આ ડોક્ટર સૈનિકની ફૌજમાં રાજકોટની હોનહાર દીકરી ડો. યેશા ચૌહાણે પણ મેડિકલ ટીમ સાથે આ યુદ્ધમાં જોડાઈ ગઈ છે જે સમાજ માટે દેશ માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક છે, જે આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ડો. યેશા જોડાયા છે ત્યારે કોરોના સામે ચાલી રહેલી લડાઈ વધુ મજબૂત બનશે તે ચોક્કસપણે માની શકાય છે. કોરોના સામે કટોકટીની ક્ષણમાં મદદે આવનાર બહાદુર દીકરી ડોક્ટર યેશા ચૌહાણ તેમના કાર્યમાં સફળ થાય અને કોરોના યુદ્ધ લડતા તમામ યોદ્ધાઓ વિજયી બને દેશ કોરોના સામે વિજયી બને તેવી દિવ્યક્રાંતિ મીડિયા તેમને શુભેચ્છા પાઠવે છે. (તસ્વીર: વિપુલ એમ.પ્રજાપતિ)
ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો
કોરોના સામે ચાલી સહેલા યુદ્ધની પળ પળની માહિતીથી અપડેટ રહેવા નીચે આપેલ લિંક પરથી કોઈપણ એક વૉટ્સઍપ ગ્રુપની લિંક પર ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.