રાજકોટ: ભારત vs. બાંગ્લાદેશ T-20 જંગ : આજથી ટિકિટ બુકીંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-10, દિવાળીના રોશન તહેવારો પછી પણ રાજકોટની રોનકમાં બહુ ફેર નહીં પડે, બલ્કે થ્રીલર ઝલઝલાટ વધશે કેમ કે 7 નવેમ્બરે અત્રેના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતબાંગ્લાદેશ વચ્ચે ટી20 ક્રિકેટ મેચ ખેલવાની છે. સૌરાષ્ટ્રની રાજધાની સમા રાજકોટમાં ખેલાનારા ક્રિકેટજંગ માટેની ટિકિટોનું વેચાણ શરુ થતાં ચાહકોની જિજ્ઞાસા જોતા એમ કહેવામાં જરાઈ અતિશયોક્તિ નથી કે ભારતબાંગ્લાદેશ વચ્ચેની સૌપ્રથમ ઈન્ટરનેશનલ ટી20 મેચ દર્શકોની દૃષ્ટિએ પણ વિક્રમી અને રોમાંચક બની રહેશે. હાલતૂર્ત ક્રિકેટનું વેચાણ ઓનલાઈનશરુ થશે. તા.21મીને સોમવારથી તેનું બુકિંગ કરાવી શકાશે અને 31મી ઓકટોબરથી વિવિધ કાઉન્ટર્સ પરથી ટિકિટ વેચાણ શરુ થશે. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડઝ મેદાનની ઝેરોક્ષકોપી જેવા અત્યાધુનિક અને અફલાતુન ખંઢેરી સ્ટેડિમમાં બેસીને ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટાર્સના કૌશવ કૌવત નિહાળવો અતૂલ્ય લ્હાવો છે અને રાજકોટ સમેત સમસ્ત સૌરાષ્ટ્રકચ્છના ક્રિકેટ ચાહકો તેનો પ્રત્યક્ષ હિસ્સો બનવા આતુર છે. ઉપલબ્ધ વિગતો મુજબ બંને ટીમો નવીદિલ્હીથી 4 નવે. ચાર્ટર્ડ ફલાઈટથી રાજકોટ આવી પહોંચશે. બંગલાદેશની ટીમ તા.5-6 નવેમ્બર દરમિયાન નેટ પ્રેકટીસ કરશે જયારે ટીમ ઈન્ડિયા તા.5 અને 6 નવેમ્બર દરમિયાન નેટ પ્રેકટીસ કરશે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટીમ ઈન્ડિયાને હોટેલ ફોર્ચ્યુનમાં ઉતારો અપાશે જયારે ટીમ બંગલાદેશને હોટેલ ઈમ્પિરીયલ પેલેસમાં ઉતારો અપાશે.

(ADVERTISEMENT) કોઈપણ જાહેરાતની ઈન્કવાયરી કોલ કરવા ફક્ત જાહેરાત પર ક્લિક કરો