જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસજી જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમો યોજાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

(લલિત નિમાવત દ્વારા) ભારતીય જનતાપાર્ટી ગુજરાત પ્રદેશ અનુ. જાતિ. મોર્ચાના પ્રમુખ  ર્ડા  પ્રદ્યુમન વાંઝા સાહેબ તેમજ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ  રમેશભાઈ મૂંગરા સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત સંત શિરોમણી   ગુરૂ રવિદાસજી જન્મજયંતિ નિમિતે તારીખ 18/02/022ના રોજ જામનગર તાલુકાના લુંબિની નગરમાં કોમ્યુનિટી હોલ ખાતે કેબિનેટમંત્રી  રાઘવજીભાઈ પટેલ કૃષિ ,પશુપાલન અને ગૌસંવર્ધનના અદ્યક્ષ સ્થાને ઉજવવામાં આવેલ જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી   દિલીપભાઈ ભોજાણી સાહેબ ,જિલ્લા અનુ. જાતિ મોર્ચાના પ્રમુખ  ભીમજીભાઈ મકવાણા ,જિલ્લાના મહામન્ત્રી એમ ડી મકવાણા ,પ્રવીણભાઈ ચૌહાણ ,તાલુકા ભાજપ પ્રમુખ  મુકુંદભાઈ સભાયા જાડા ના પુર્વ ચેરમેન દિલીપસિંહ,જામનગર તાલુકાના અનુ જાતિ મોર્ચાના પ્રમુખ  ગોવિંદભાઇ ખરા ,મહામંત્રી નારણભાઇ મકવાણા, તાલુકા બીજેપી ઉપપ્રમુખ મનસુખભાઇ ખડોલા,મોરચાના બંને ઉપપ્રમુખ કાનાભાઇ ધઇડા,હરેશભાઈ પરમાર, સહ પ્રભારી મનસુખભાઇ રાઠોડ, કારોબારી સભ્ય  ગાંગજીભાઈ બગડા, કરુભાઈ ખરા, હમીરભાઇ શેખા,અરજણભાઇ,  મગનભાઇ પરમાર,ઠેબા પૂર્વ સરપંચ રમેશભાઈ મુંગારા, દામજીભાઈ વૈષ્ણવ, મહેશભાઈ મૂંગરા સોસાયટી ના આગેવાનો   મુન્નાભાઈ, ડાયાભાઇ, કારાભાઈ સાગઠીયા ઉકાબાપા, નાજાભાઇ ખરા તથા બહોળી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહેલ  

   આ તકે કેબિનેટ મંત્રી એ તેમના વક્તવ્યમાં સંત શિરોમણી   રવિદાસજી જન્મજયંતિ નિમિતે રવિદાસજીના સિદ્ધાંતો અને તેમના મૂલ્યોને જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપ્યું હતું એવા સમયમાં રોહિદાસજી એ તમામ સમાજમાં પોતાના સંસ્કાર અને સિદ્ધાંતો નું સિંચન કરી તમામ સમાજના દિલ જીતી લીધા હતા જેનાથી પ્રભાવિત થઈ મોદી સાહેબ અને ભાજપ પક્ષ દ્વારા   વર્ષો પછી આ ઉજવણી કરવા આખા દેશમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી  હોય જેથી ભાજપ પક્ષ અને  મોદી સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો ,મહામંત્રી દિલીપભાઈ ભોજાણી સાહેબે રવિદાસજી સમરસતા ના હિમાયતી હતા અને તેમને બતાવેલ રાહ ભાજપ પક્ષ આગળ વધારી  રહ્યો છે જેથી આવો સુંદર વિચાર લઈને આવેલ પક્ષનાં આગેવાનો ને અભિનંદન આપ્યા હતા તેમજ જિલ્લા ભાજપ અનુ.જાતિ . મોર્ચાના પ્રમુખ ભીમજી મકવાણાએ આવેલ સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા આપણા સંતો ના જીવન કવન અને તેમના મૂલ્યોને  ઉજાગર કરાવનાર ભાજપ પક્ષ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

  આ તકે તાલુકા મોર્ચા દ્વારા બટુકભોજન અને વિદ્યાર્થીઓ ને  બુક પેન નું વિતરણ કરવામાં આવેલ હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા મોર્ચાના પ્રમુખ ગોવિંદભાઇ ખરા,મહામંત્રી નારણભાઈ મકવાણા અને તેમની  ટીમે ખૂબજ જહેમત ઉઠાવી હતી અને  સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોર્ચાના મહામંત્રી એમ ડી મકવાણા એ કર્યું હતું