મોરબી: જિલ્લા પંચાયતના પાર્કિંગની જગ્યા પરના ગેરકાયદે દબાણ હટાવાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-7, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હોય જેનું આજે તંત્ર દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું હતું અને દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું

 મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી પાસે કોળી સમાજની વેલનાથ વાડી નજીક વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં બે ઝુપડા અને પાક્કી દીવાલ બનાવવામાં આવી હોય અને આ સરકારી ખરાબાની જગ્યામાં જીલ્લા પંચાયતનું પાર્કિંગ બનવાનું હોય જે સ્થળે દબાણો થતા આજે અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી એસ જે ખાચર, મામલતદાર, ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકા અને જીલ્લા પંચાયતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકારી બુલડોઝર દબાણો પણ ફરી વળ્યું હતું અને કાચા મકાનો તેમજ દીવાલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા સાથે જ અન્ય સ્થળે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે તેવા સંકેતો પણ સાપડી રહ્યા છે 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

…………………………… Advertisement …………………………..