ઘરેથી કામ કરતા કર્મચારીઓના હિતો માટે કાયદો લાવશે કેન્દ્ર

કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધ્યું: કાયદામાં એમ્પ્લોયરની જવાબદારી વ્યાખ્યાયિત કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2021

વર્ક ફ્રોમ હોમ હેઠળ, સરકાર ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે એક વ્યાપક કાનૂની માળખું બનાવવાની તૈયારી કરી રહી છે, જે ઘરેથી કામ કરતા કર્મચારીઓ પ્રત્યે અમેપ્લોયરની જવાબદારીને વ્યાખ્યાયિત કરશે. વર્ક ફ્રોમ હોમ હેઠળ, સરકાર ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે કાયદાકીય માળખું તૈયાર કરવા માંગે છે જેથી તેમના હિતોનું રક્ષણ થઈ શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર વર્ક ફ્રોમ હોમ અંગે કાયદાકીય માળખું બનાવવા માંગે છે, જેમાં ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો નક્કી કરવા ઉપરાંત વીજળી અને ઈન્ટરનેટ ખર્ચમાં થયેલા વધારાને લઇને ચૂકવણી કેવી રીતે કરવી, આ વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. આ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે વર્ક ફ્રોમ હોમ તરીકે શરૂૂ થયેલી નવી સિસ્ટમનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્સી ફર્મની નિમણૂક કરવાનું પણ વિચારી રહી છે.

હકીકતમાં, માર્ચ 2020 માં દેશમાં કોરોના વાયરસે દસ્તક આપી ત્યારથી વર્ક ફ્રોમ હોમનું ચલણ શરૂૂ થયું છે. ઘણી કંપનીઓમાં કર્મચારીઓ હજુ પણ વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરેથી કામ કરી રહ્યા છે. હવે જ્યારે કોરોના વાયરસનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન પણ આવી ગયું છે,

ત્યારે એવું માનવામાં આવે છે કે કંપનીઓ ફરીથી તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહી શકે છે.સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્થાયી આદેશ દ્વારા સર્વિસ સેક્ટર માટે વર્ક ફ્રોમ હોમની ઔપચારિકતા કરી હતી, જેનાથી એમ્પ્લોયર અને કર્મચારીઓ પરસ્પર કામના કલાકો અને અન્ય સેવાની શરતો નક્કી કરી શકે છે. જો કે, આ પગલાને એક સાંકેતિક શરૂૂઆત તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે સર્વિસ સેક્ટર, જેમાં મોટાભાગે ઈંઝ અને ઈંઝયજનો સમાવેશ થાય છે, ખાસ સંજોગોમાં કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાનો રિવાજ પહેલેથી જ હતો. કોરોના કાળમાં વર્ક પ્રોમ હોમ માત્ર આઈટી અને ઈંઝયજ સેક્ટર પૂરતું મર્યાદિત નથી. તેથી, સરકાર હવે તમામ ક્ષેત્રો માટે એક વ્યાપક ઔપચારિક માળખું તૈયાર કરવા માંગે છે. ઘણા દેશોમાં, પહેલાથી જ કામથી સંબંધિત જોગવાઈ છે. પોર્ટુગલમાં, તાજેતરમાં જ કાયદો પસાર કરીને કંરની પરિસરથી દૂર કામ કરનારા કર્મચારીઓની વધુ સુરક્ષા માટે શ્રમ નિયમોની રૂૂપરેખા તૈયાર કરવામાં આવી છે. હવે ભારત સરકાર પણ વર્ક ફ્રોમ હોમને કાયદેસર કરવા માટે કાયદો લાવવાની તૈયારીમાં છે.