જામનગરમાં જળબંબાકાર સ્થિતિ , અનેક ગામોમાં પૂર ની સ્થિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-09-2021

જામનગરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જામનગર જિલ્લના ગામડાઓ પાણી ગળાડૂબ જોવા મળી રહ્યા છે. લોકો પોતાનો જીવ મેહનત કરી રહ્યા છે . હાલની સ્થિતિ આવી સર્જાણી છે કે તંત્ર પણ લાચાર જોવા મળી રહ્યું છે .ત્યારે હાલાર પંથક અત્યારે લાચાર પરિસ્થિતિમાં મુકાયું છે .

જામનગર જિલ્લમાં ભારે વરસાદ વરસ્યો છે જેથી ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. અને જામનગર જિલ્લના તમામ ડેમો ઓવરફ્લો થયાછે. ત્યારે કાલાવડમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં 3.25 ઇંચ,જામજોધપુરમાં 2.25 ઇંચ,ને જોડિયા 2 ઇંચ, વરસાદ પડતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. જામનગરમાં મોટીબાણુગારમાં આભ ફાટ્યું છે. ગામમાં અત્યાર સુધીમાં 22 ઇંચ વરસાદ નોંધાયો છે.અને આખું ગામ બેટમાં ફેરવાય ગયું છે.

જામનગરનું ધુંવાવ ગામ પણ બેટમાં ફેરવાયું છે ત્યાંની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે. પંચકોશી પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિતના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા આ સિવાય જામનગર તાલુકાના અલિયાબાડા, ખીમરાણા ગામમાં હેલીકૉપટરની મદદ થી લોકોનું રેસ્ક્યુ કરી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

જામનગરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અનેક ગામો માં બેટની પરિસ્થિતિ પણ સર્જાઈ છે ત્યારે જામનગર રાજકોટ હાઇવે

સંપર્કવિહોણો ફયો છે. જામનગર ની બહાર નીકળતા દરેક હાઇવે રસ્તા પાણીથી જળબંબાકાર થયા છે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના સ્થળાંતર માટે તંત્ર કામે લાગ્યું છે.

ગ્રામ્ય વિસ્તારો પરિસ્થિતિ ખુબજ વણસી રહી છે લોકોના બચાવ માટે હેલીકૉપટરની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 5 ફૂટ થી વધુ પાણી ભરાયા છે લોકો જીવ બચાવવા અગાસી પર ચડી ગયા છે આ રીતનો વરસાદ ઇતિહાસમાં પેહલી વાર વરસ્યાના દ્રશ્યો સર્જાયા છે. લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે .

જામનગર શહેરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો છે. જેથી લોકોના પીવાના પાણીની સમસ્યા હલ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લોકોના જીવ બચાવવા NDRF અને SDRF ની રવાના થઈ ગયેલ છે. લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા સતાવાળા કરી રહ્યા છે