મોરબી: ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સત્રના પ્રથમ દિવસને યાદગાર બનાવાયો

બાળકોનું કુંમ કુંમ તિલકથી સ્વાગત કરી હોર્સ રાઇડિંગ સહિતની પ્રવુતિઓથી વિદ્યાર્થીઓએ ખુશાલી સાથે પ્રથમ દિવસ મનાવ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે વિધિવત રીતે CBSE બોર્ડ સેકશનની શરૂઆત કરવામાં આવી હતી.

આજના પ્રથમ દિવસને યાદગાર બનાવવા સ્કૂલના વિદ્યાર્થીઓને કુંમ કુંમ તિલક કરી સ્વાગત કરાયું હતું

ત્યારબાદ વિદ્યાર્થીઓને હોર્સ રાઇડિંગ, આર્ચરી, ઇન્ડોર ગેમ્સ જેવી અનેકવિધ પ્રવુતિઓ કરાવવામાં આવી હતી. બાળકોએ ભારે હર્ષોલ્લાસ સાથે પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો.

સ્કૂલના પ્રથમ 2 દિવસને સ્કૂલ ઇન્ડકશન પ્રોગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ શાળાની શિક્ષણ વ્યવસ્થા, માળખાગત સુવિધાઓ સહિતની માહિતીથી પરિચિત કરવામાં આવશે,