મોરબી સિવિલમાં અજાણ્યા પુરુષનું સારવાર દરમ્યાન મૃત્યુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-06-2021

   મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે ૫૬ વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.૨૪ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હાલના તબક્કે ઓળખ મળી નથી. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આ અજાણ્યા પુરુષના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-૦૨૨૮ ૨૨૩૦૧૮૮ અથવા હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ-૯૧૦૧૮ ૪૦૧૬૯ ઉપર જાણ કરે તેવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્‍સ્‍પેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો