મોરબી: નવલખી બંદરે 4 નંબર સિગ્નલ લગાવાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

કોઈપણ સમયે વાવાઝોડાથી થતી અસરને પહોંચી વળવા તંત્ર સુસજ્જ બન્યું છે. તૌકતે વાવાઝોડું ધીમે-ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ ધપી રહ્યું છે. જેની અસર રૂપે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાતા હાલ મોરબીના નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે.

હાલ વાવાઝોડા તૌકતેની અસરને કારણે દરિયામાં કરંટ જોવા મળવાની સાથે જ 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા હાલમાં બંદર ઉપર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

વાવાઝોડા તૌકતેની અસરતળે મોરબી દરિયાકાંઠા વિસ્તારમાં અંદાજે 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. હાલમાં નવલખી બંદર અને મોરબી જીએમબી ઓફીસ ખાતે રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત હોવાનું જણાવાયું છે.

કોઈપણ સમયે વાવાઝોડાથી થતી અસરને પહોંચી વળવા તંત્ર સુસજ્જ બન્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો