સારવારના અભાવે દર્દી મૃત્યુ પામે તો આ લોકો સામે મનુષ્યવધની કલમ હેઠળ કરો કાર્યવાહીઃ વકિલની કોર્ટમાં ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

હાલ કોરોના કાળમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. સામાન્ય માણસો સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના વકીલે કોર્ટમાં માનવ અધિકાર પંચને અરજી કરી છે.

પોરબંદરના વકીલની માનવાધિકાર પંચને અરજી : VVIP લોકોને તાત્કાલિક સારવાર મળતી હોવાની રજૂઆત

સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માંગ

રાજ્યમાં કોરોનાના કહેરની વચ્ચે VVIP લોકોને તાત્કાલિક અસરથી સારવાર મળી રહે છે. નેતાઓ અને VVIP લોકોને તાત્કાલિક બેડ ઓક્સિજન, વેન્ટીલેટર મળી રહે છે, પરંતુ સામાન્ય માણસને સારવાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય માણસ સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાય છે. સરકારની આવી બે ધારી નીતિને કારણે પોરબંદરના વકીલ અને સામાજિક કાર્યકરે માનવ અધિકાર પંચને અરજી કરી છે.

પોરબંદર સામાજિક કાર્યકર અને વકીલ ભનું ઓડેદરાએ માનવધિકાર પંચમાં સરકાર અને કોર્ટને લેખિત ફરિયાદ કરી છે. કોરોનાકાળમાં સારવારના અભાવે મોતને ભેટી રહેલા લોકોની ફરિયાદથી સામાજિક કાર્યકરે મનુષ્યવધની કલમ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી. તબીબો, નેતાઓ અને જવાબદારો સામે મનુષ્યવધની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હાલની કપરી પરિસ્થિતિમાં લોકોની ચિંતા કરી ભનું ઓડેદરાએ કાયદાનું સસ્ત્ર ઉગામી હેરાન થતા દર્દીઓની મુશ્કેલી ઘટાડવા પ્રયત્ન કર્યો છે. જોકે માનવધિકાર કેટલી ગંભીરતાથી અરજીને ધ્યાને લેશે તે જોવું રહ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો