મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં મોડીરાત્રે એક જ સમાજના બે જુથ વચ્ચે બબાલ થતા મામલો બિચક્યો હતો અને બંને જુથ દ્વારા સામ સામે પથ્થર અને સોડા બોટલો મારો કર્યો હતો.
મળતી માહિતી મુજબ ગત મોડીરાત્રે મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં એક જ સમાજના બે જુથ વચ્ચે માથાકુટ થતાં મામલે બિચક્યો હતો અને બંને જુથ દ્વારા એક બીજા પર પથ્થર અને સોડાની બોટલોનો મારો થતા વાતવરણ તંગી બની ગયું હતું જેથી આ બનાવ અંગે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ, એસઓજી અને એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થીત કાબુમાં લધી હતી.
તેમજ પોલીસે સ્થળ પરથી છરી સહિતના હથિયારો કબજે કર્યા હતા સાથે જ આ વિસ્તારમાં આગમી સમયમાં સ્થિતિ વણસે નહીં તેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વે પણ આ જ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સોડા બોટલ અને પથ્થરના ઘા સામે સામે થયા હતા ત્યારે પોલીસે હાલ આ બનાવ કેમ બન્યો અને બનાવનું કારણ જાણવા ઊંડાણ પૂર્વક ની તપાસ હાથ ધરી છે. તેમજ આ બનાવમાં ઇજા થનાર વ્યક્તિઓને મોરબી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે પોલીસે બનાવની નોધ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.