મોરબી શહેર અને તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને રસ્તે જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરેને હડકાયા કુતરા બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસેસ સીરામીક પાસે હડકાયા કૂતરાએ અર્ચિત માનવીત આદિવાસી (7) અને ગબૂચીભાઈ ગંગાલાલ (60) નામના બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે



































































