રંગભૂમિ માટે કહેવાય છે કે “જાણ્યું એટલું જાજુ અને માણ્યું એટલી મોજ

આજ 27મી માર્ચ નો દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઓળખાય છે, રંગભૂમિ નો ઉલ્લેખ આપણા વેદ – ઉપનિષદ માં પણ છે, “ભગવદ ગોમંડળ” ગ્રંથ ને આધારે માનવામાં આવે છે ઇ.1280 પૂર્વ માં ગુજરાતી નાટકો લખવાની શરૂઆત થઈ અને એ સમયે ગુજરાતી રંગભૂમિ નો ઉદભવ થયો એ જમાના માં  ભજવાતી ભવાઈ અને અને એમાં પણ સ્ત્રીઓ ભાગ લેતી નો હોવાને કારણે  સ્ત્રીઓ નાં પાત્રો પણ પુરુષો ભજવતા કાળ ક્રમે ટેકનોલોજી બદલાતી ગઈ અને આધુનિકરણ આવતું ગયું તેમ તેમ રંગભૂમિ નાં રંગો પણ બદલાતા ગયા, ફિલ્મો માં કોઈ કલાકાર ભૂલ કરે તો રિટેક શકય છે પણ રંગભૂમિ માં રિટેક ને કોઈ સ્થાન હોતું નથી જો કલાકાર ભૂલ કરે તો તેની એ ભૂલો આવનાર શ્રોતાગણ ને દેખાઈ આવતી પણ તે ભૂલો ને અવગણી ને શ્રોતાગણ ખુલ્લા મને માણતા થયા છે તે રંગભૂમિ ની એક વિશેષતા છે આજે વિશ્વ રંગભૂમિ દિવસે કલા જગત અને રંગભૂમિ સાથે સંકળાયેલ દરેક કલાકાર બંધુ અને આ રણભૂમિ ને માણનારા અને એને ચાહનારા લોકો ને પણ ખૂબખૂબ શુભકામનાઓ જેમના કારણે આજે પણ રંગભૂમિ નો પાયો સલામત અને અડીખમ ઊભો છે. (પરાગ જે.ભટ્ટ – રાજકોટ)