Monday, February 17, 2025
HomeFeatureમોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ

મોરબીના સફળ યુવા ઉદ્યોગપતિ હેમલ શાહને મળ્યો બિઝનેસ અર્જુન એવોર્ડ

ઝીરોથી હીરો બનેલા સફળ વ્યક્તિઓને સન્માનિત કરવા ક્રિએટિવ માઈન્ડ સ્ટુડિયો દ્વારા બિઝનેસ અર્જુન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના યુવા અગ્રણી ઉદ્યોગપતિ અને ઇન્ડિયા ટાઇલ્સ વાળા હેમલ શાહ સહિત ચાર વ્યક્તિઓને બિઝનેસ અર્જુન એવોર્ડ આપવામાં આવેલ છે.

ડો. જીતેન્દ્ર અઢીયા અને ડો. અમિત મારૂના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાઈરામ દવેના હસ્તે બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, ઈન્ડિયા ટાઇલ્સના યુવા ઉદ્યોગપતિ હેમલ શાહ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ટ્રસ્ટી ડો. પ્રદીપભાઇ કણસાગરા અને ટી-પોસ્ટના દર્શન દાસાણીને બિઝનેસ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 14 શહેરોથી ડોક્ટર્સ, મેન્યુફેક્ચરર્સ, એફએમસીજી, એગ્રો, ઓટોમોબાઇલ્સ, માઇનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, લોજિસ્ટિક્સ, પ્લાસ્ટિક, બ્રાસ, ઇનફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, કેમિકલ, ફેશહ, સર્વિસ સેક્ટર જેવી 15 કેટેગરીના એંટરપ્રેન્યોર્સ હજાર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!