Monday, February 17, 2025
HomeFeatureહવે અમેરિકાના લોકો પણ અમૂલનું દૂધ પીશે, ગુજરાતની કંપની વિદેશમાં ધૂમ મચાવશે

હવે અમેરિકાના લોકો પણ અમૂલનું દૂધ પીશે, ગુજરાતની કંપની વિદેશમાં ધૂમ મચાવશે

ભારતની ટોચની ડેરી કંપની અમૂલ હવે અમેરિકામાં પણ દૂધનો બિઝનેસ કરશે. તેની સાથે જ અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમેરિકામાં ડેરી ક્ષેત્રમાં કામ કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ છે. અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચનારી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમેરિકી ડેરી મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન સાથે ભાગીદારી કરી છે. તે અમેરિકી ડેરી કંપની 108 વર્ષ જુની છે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મેહતાએ કો-ઓપરેટિવની અનુઅલ મીટિંગમાં કંપનીના અમેરિકામાં બિઝનેસ કરવાની જાહેરાત કરી છે. મેહતાએ કહ્યું કે, મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે અમૂલ અમેરિકામાં પોતાની મિલ્ક પ્રોડક્ટને લોન્ચ કરશે. અમેરિકાની 108 વર્ષ જુની ડેરી સહકારી સંઘ-મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન સાથે કરાર કર્યો છે.

ભારતીય અને એશિયન લોકો પર નજર

જયેન મેહતાએ કહ્યું કે, અમેરિકામાં ભારતીય અને એશિયન લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેમણે કહ્યું કે, અમૂલને આશા છે કે, તે બ્રાન્ડનો વિસ્તાર કરશે અને પાછલા દિવસોમાં થયેલ ગોલ્ડન જુબલી સમારંભમાં પીએમ મોદી તરફથી આપવામાં આવેલા ટાર્ગેટ અનુરુપ સૌથી મોટી ડેરી કંપની બનશે. અમૂલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનું મોટું યોગદાન છે. તેની સફળતા જ ભારતમાં ડેરી કો ઓપરેટિવને મોટા પાયે ફેલાવી અને તેના કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો નખાયો.

અમેરિકનો માટે પેકેજિંગ

અમૂલ અમેરિકામાં એક ગેલન (3.8 લીટર) અને અડધો ગેલન (1.9 લીટર)ના પેકેજિંગમાં દૂધ વેચશે. અમેરિકામાં 6 ટકા ફૈટવાળું દૂધ ગોલ્ડ બ્રાન્ડ, 4.5 ટકા અમૂલ શક્તિ બ્રાન્ડ, 3 ટકા ફેટ વાળું દૂધ તાજા અને 2 ટકા ફેટ અમૂલ સ્લિમ બ્રાન્ડનું સેલ કરવામાં આવશે. આ બ્રાન્ડ્સને હાલમાં ઈસ્ટ કોસ્ટ અને મિડ વેસ્ટ માર્કેટમાં વેચવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!