શું છે આ બ્લુ આધાર કાર્ડ, તમારા આધારથી કઈ રીતે હોય છે અલગ, જાણો આ કોના માટે બનાવવામાં આવે છે

આધારકાર્ડ ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને (Citizen of India) આપવામાં આવેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આજે દરેક સરકારી કામો માટે આધાર કાર્ડની સૌથી પહેલા જરુર પડતી હોય છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય અથવા તો પછી કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય કે પાસપોર્ટ બનાવવાનો હોય અથવા તો પછી રસોઈ ગેસ સિલેન્ડરમાં સબસિડી લેવાની હોય એટલે કે દરેક જગ્યાએ આધાર કાર્ડની જરુર પડતી હોય છે. દેશમાં કેટલીય પ્રકારના આધાર કાર્ડ હોય છે. તેમાથી એક બ્લુ આધાર કાર્ડ પણ હોય છે. શું તમે ક્યારે બ્લુ આધાર કાર્ડ (Blue Aadhaar Card) જોયુ છે. શું તમે આ બ્લુ આધાર કાર્ડ વિશે જાણો છો.. આજે આ બ્લુ આદાર કાર્ડ વિશે માહિતી મેળવીએ..

શું હોય છે, આ બાલ આધાર કાર્ડ અથવા બ્લુ આધાર

વર્ષ 2018માં યુનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ બાળકો માટે આધારની સુવિધા શરુ કરી છે. અને તેને બાલ આધાર અથવા બ્લુ આધાર કહેવામાં આવે છે. બ્લુ આધાર એટલા માટે બનાવવામાં આવ્યું છે કારણ કે તે બ્લુ કલરનું છે. બ્લુ કલરનું આધાર કાર્ડ 5 વર્ષ અથવા તેનાથી નાની ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. 5 વર્ષ પછી તેને અપડેટ કરાવી શકાય છે.

બ્લુ આધાર કાર્ડ માટે બાયોમેટ્રિકની જરુર હોતી નથી

બ્લુ આધાર કાર્ડ સામાન્યથી થોડુ અલગ હોય છે. બ્લુ આધાર કાર્ડ બનાવવા માટે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોઈ બાયોમેટ્રિક્સ નથી લેવામાં આવતું. તેમની UID માં તેમની માતા-પિતાની UID સાથે ડેમોગ્રાફિક જાણકારી અને બાળકના ફોટાના આધારે પ્રોસેસ કરવામાં આવે છે. આ બાળકોની 5 થી 15 વર્ષની ઉંમર થાય ત્યારે તેની બાયોમેટ્રિક્સને અપડેટ કરવામાં આવે છે.

બ્લુ આધાર કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા

UIDAI ની વેબસાઈટ  uidai.gov.in પર જાઓ

આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનું ઓપ્શન પસંદ કરો.

બાળકનું નામ, વાલીનું નામ, મોબાઈલ નંબર અને જરુરી વિગતો દાખલ કરો.

હવે આધાર કાર્ડના રજિસ્ટ્રેશન માટે એપોઈન્ટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

સૌથી પહેલા એનરોલમેન્ટ સેન્ટર વિશે તપાસ કરી એપોઈન્ટમેન્ટ લો.

પોતાનું આધાર, બાળકનું બર્થ સર્ટિફિકેટ, રેફરેન્સ નંબર વગેરે લઈ આધાર સેન્ટર પર જાઓ.

ત્યા જઈને તમારે આધાર બનાવવાનું રહેશે.

એ પછી તમારે એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવશે, જેના દ્વારા તમે ટ્રેક કરી શકો છો.