મોરબીના મેસરીયા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો રોકવા ગપ્પી માછલી મુકવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2023

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે આ વિસ્તારના કુલ 18 ગામોમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરાભક્ષક માછલીઓ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જીલ્લા મેલેરિયા અધિકારી ડી.વી. બાવરવાની સૂચના મુજબ ડો.જાવેદ મશાકપુત્રા તેમજ સુપરવાઈઝર એચ.એમ.મકવાણા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ મેસરીયા વિસ્તારના એમપીએચડબલ્યુની ટીમ બનાવી પીએચસી હેઠળ આવતા તમામ ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો જેવા કે, નાના તળાવ, ચેકડેમ, અવાવરું કુંવા, કાયમી ભરાય રહેતા ખાડાઓ, વોકળા, ભોં ટાંકાઓ, સિમેન્ટના ટાંકાઓમાં વગેરે શોઘી તેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાંની કામગીરી ઝુંબેશના રૂપે ચાલુ કરવામાં આવી છે.આ માછલીઓ દિવસ દરમિયાન 150 જેટલા પોરા (મચ્છરનાં બચ્ચા)ને ખાઈ જાય છે. અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે.

જે માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન ચાલશે. સાથે સાથે મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાઓ પણ લેવામાં આવ્યા અને લોકો જાગૃત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકો જાતે આરોગ્ય કર્મચારી કે ગપ્પી માછલી ઉછેર કેન્દ્ર ઉપરથી આ માછલીઓ મેળવીને પોતાના ટાંકાઓ-કાયમી સ્ત્રોતોમાં માછલીઓ મુકીને કુટુંબ અને ગામને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા અને રોગ અટકાયતી પગલાના ભાગરૂપે મદદગાર થાય એવી અપીલ કરવામાં આવે છે.