ખજૂરભાઈએ સગાઇ કરી લીધી, જુવો ઇન્સ્ટા પર શેર કરી સગાઈની તસવીર, જાણો કોની સાથે થયું સગપણ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-12-2022

નીતિન જાની કે જે ખજૂરભાઇ તરીકે ઓળખાય છે તેઓની સગાઇ થઇ છે. તેમણે પોતે ઇનસ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. લોકોએ આ નવા કપલને ખુબ શુભેચ્છા આપી છે.

બારડોલી ખાતે સગાઈ

ગુજરાતનાં ખજૂરભાઇને પ્રેમિકા મળી ગઈ લાગે છે. જેની સાથેનો સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનુ સુદ તરીકે પ્રચલિત છે. તેમણે લોકોને ખૂબ મદદ કરી છે. અને આજે હવે તેમણે લક્ષ્મી મળી ગઈ લાગે છે. કારણ કે તેમની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી ખાતે થઇ છે.

મિનાક્ષી દવે સાથે થઇ સગાઇ

ઇન્સ્ટા પરના આ ફોટોમાં દેખાય છે કે મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇ સાથેની  સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં હતા. અને તેણીએ પણ પોતાના આઈડી પરથી આ ફોટો શેર કર્યો હતો. મિનાક્ષી દવે ગાયક હોવાની જણાઈ આવે છે કારણ કે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્ર્કરની પોસ્ટ પણ કરી છે.