મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ઘુમ માચાવશે

તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-09-2022

મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું જોવા મળે છે જે અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે  મોરબીમાં પ્રથમ વખત બૉલીવુડના જાણીતા ગાયક કલાકાર હીમેષ રેશમિયા તા. 1 ઓક્ટોબરને શનિવારે આવશે અને પોતાના સુરીલા અવાજમાં લોકોને ગરબે રામાડશે. આ ઉપરાંત તા. 30 ને શુક્રવારના રોજ જાણીતા ગાયક કલાકાર કીર્તિ સાગઠિયા અને તા. 2 ને રવિવારના રોજ જાણીતા કોમેડિયન ખજુરભાઈ પાટીદાર નવરાત્રીમાં આવી લોકોને મનોરંજન પુરૂ પડશે જયારે વધુ આઠમ ની મહાઆરતી પ્રમોદભાઈ વરમોરા(વરમોરા ગ્રુપ)  અને સાવજીભાઈ બારૈયા પરિવાર દ્વારા કરવામાં આવશે