મોરબીમાં બેન્કનું એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2022

મોરબી પંથકમાં ચોરી, લૂટ જેવા બનાવો વધી રહ્યા છે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો સતત બનતા રહે છે તો હવે બેંકના એટીએમને તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાત્રીના સુમારે ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવાપર રોડ પર આવેલ એક્સીસ બેંકના એટીએમને રવિવારે મોડી રાત્રીના તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બેંકના જ બિલ્ડીંગમાં આવેલ એટીએમ તોડવાનો એક ઇસમેં પ્રયાસ કર્યો હતો ત્યારે એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ થતા તુરંત પોલીસ ટીમ દોડી ગઈ હતી સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એક ઇસમને પોલીસે દબોચી લીધો છે બેંક સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ એટીએમમાં 15 લાખ જેટલી રકમ હતી જે બચી જવા પામી છે તો એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો છે ત્યારે અસામાજિક તત્વોના હોસલા કેટલા બુલંદ છે તે પણ જોઈ શકાય છે.