પોરબંદરમાં દરિયાની લહેરો વચ્ચે ફસાયેલા 22 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-07-2022

(કોમલ બી. કપાસી દ્વારા) પોરબંદરમાં તોફાની દરિયા વચ્ચે કોસ્ટગાર્ડની ટીમે દિલધડક ઑપરેશન પાર પાડીને કાર્ગોશિપમાં ફસાયેલા 22 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યૂ કર્યું છે. આ રેસ્ક્યૂ ઑપરેશનમાં કોસ્ટગાર્ડના બે એરક્રાફ્ટ અને એક જહાજ જોડાયા હતા. હાલ આ તમામ 22 ક્રુ મેમ્બર્સને પોરબંદર લાવવા માટે તજવીજ હાથ ધરી છે.

આ રેસ્ક્યૂ ઑપરેશનનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કોસ્ટગાર્ડના જવાનો હેલિકૉપ્ટરમાંથી પેરાશૂટ મારફતે દરિયામાં કૂદી પડે છે અને રેસ્ક્યૂ ઑપરેશનને અંજામ આપે છે.

એક શિપ યુએઈના પોર્ટથી મેંગલોર તરફ જઈ રહ્યુ હતુ, ત્યારે પોરબંદરના દરિયાથી 185 કિલોમીટર દૂર કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ તેમાં ફસાયેલા ક્રુ મેમ્બર્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.